અમરેલી જિલ્લામાં કોરોનાનાં વધુ 26 કેસ : કુલ કેસ 452

  • અમરેલી જિલ્લામાં કોરોનાનાં આંકડા સતત ઉપર જઇ રહયા છે
  • રાજુલામાં 2, ક્રાંકચમાં 3, અમરેલીમાં 5 મળી જિલ્લામાં કુલ 26 પોઝિટિવ કેસ નોંધાયા : 257 સાજા થયા : ચાવંડ ચેકપોસ્ટ ઉપરથી વધુ 36 દર્દી મળ્યાં જાળીયા, વડીયા, જાફરાબાદ, અમરેલીમાં 6, મોટા આંકડીયા, ક્રાંકચમાં 3, રાજુલા, બગસરા, દામનગર, રાંઢીયાના 25 દર્દીઓ દાખલ

અમરેલી,
સાંજે અમરેલી જિલ્લામાં કોરોનાના વધ્ાુ 26 કેસ શુક્રવારે નોંધાયા છે અમરેલી જિલ્લામાં શુક્રવારે સવારે કોરોનાના 12 કેસ આવ્યા બાદ સાંજે નવા 14 કેસ આવ્યા છે આ સાથે અમરેલી જિલ્લામાં શુક્રવારના કોરોનાના કુલ કેસની સંખ્યા 26 થઈ છે જેમાં બગસરાના જુના વાઘણીયા 37 વર્ષના પુરૂષ, દામનગર 57 વર્ષના પુરૂષ, ક્રાંકચના 70 વર્ષના પુરૂષ, 70 વર્ષના મહિલા, 6 વર્ષના બાળક, ખાંભા આશ્રમપરા 50 વર્ષના પુરૂષ, સાંવરકુંડલના શેલણા 35 વર્ષના મહિલા, લાઠીના અકાળા 33 વર્ષના પુરૂષ, રાજુલાના 35 વર્ષના મહિલા, 57 વર્ષના પુરૂષ, અમરેલી બટારવાડી 24 વર્ષના યુવાન, સાવરકુંડલા આંબરડી 16 વર્ષની યુવતી, લીલીયાના સલડી 22 વર્ષના યુવાન, જાફરાબાદના 21 વર્ષની યુવતી, મોટા સમઢીયાળા 55 વર્ષના પુરૂષ, સાવરકુંડલાના 50 વર્ષના પુરૂષ, જીરાના 54 વર્ષના પુરૂષ, અમરેલી બ્રાહ્મણ સોસાયટી 38 વર્ષના પુરૂષ, અમરેલી મનસીટી 21 વર્ષનો યુવાન, બાબરા જીઆઇડીસી 53 વર્ષપુરૂષ, અમરેલી માણેકપરા 70 વર્ષ પુરૂષ, બાબરાના વાવડા 60 વર્ષ મહિલા, સાવરકુંડલા ઢાંગલા 85 વર્ષ મહિલા, અમરેલી લીલીયા રોડ 45 વર્ષ મહિલા, સાવરકુંડલા મોલડી 61 વર્ષ પુરૂષનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત શુક્રવારે વધુ 25 શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે જેમાં અમરેલીના જાળીયા, વડીયા, જાફરાબાદ, નવા પીપરીયા, અમરેલી હીરામોતી ચોક, લાઠી રોડ વૃંદાવન પાર્ક અમરેલી, મોટા આંકડીયા, અમરેલી ગજેરાપરા, રાંઢીયા, ખાંભાના ઇંગોરાળા, અમરેલી સહજાનંદ નગર, અમરેલી મોટા કસ્બાવાડ, દામનગર કુડપા શેરી, રાજુલા શિક્ષક શેરી, અમરેલી વૃંદાવન પાર્ક, બગસરા જુના વાઘણીયા, આંબરડી, રાંદલના દળવા, ગમા પીપળીયા, અકાળા, સલડી, ક્રાંકચ, ખાંભા હવેલી શેરીના 3 દર્દીઓ દાખલ થયા છે આજે ચાવંડ ચેકપોસ્ટ ઉપરથી 175 વાહનોનું સ્ક્રિનીંગ થતા 800 જેટલા ઉતારૂઓમાંથી 36 બિમાર મળ્યા હતા અને 289 તાવ, શરદી, ઉધરસના દર્દીઓના રેન્ડમ સેમ્પલ લેવાયા હતા.