અમરેલી, અમરેલી જિલ્લામાં કોરોના મહામારી સામે રોજગારીના આધાર સ્તંભ તરીકે અમર ડેરી દ્વારા સહકારથી સ્વરોજગારથી સ્વ નિર્ભરતા તરફ પ્રયાણ કરી વડાપ્રધાનશ્રીના આત્મ નિર્ભર દેશ બનાવવાના સપનાને ખરા અર્થમાં અમર ડેરી સાકાર કરી રહી છે અમરેલી જિલ્લાને સહકારના માધ્યમથી સ્વ રોજગારથી સ્વ નિર્ભરતાના સ્થાપક અને સ્વપ્નદ્રષ્ટાઓ દેશના સહકારી નેતા દિલીપભાઇ સંઘાણી તથા કેન્દ્રના કૃષિમંત્રી પરસોતમભાઇ રૂપાલાની દીર્ઘદ્રષ્ટિથી 2007માં અમર ડેરીનો શુભારંભ થયેલ તેનું સફળ સંચાલન અમર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન એમડી તથા ડીરેકટરો દ્વારા કરવામાં આવે છે તાજેતરમાં ચાવંડ અને ભોરીંગડા ચેકપોસ્ટ ખાતે વતનમાં પધારતા સૌ સ્નેહીઓ મદદ પરિવાર દ્વારા મીઠી સુખડી ચવાણું બિસલેરીનું શુધ્ધ પાણી અને અમર ડેરીની મીઠી છાશનું દરરોજ 10 હજાર લીટર પાઉચ વિતરણ કરી સેવા યજ્ઞ કર્યો હતો જિલ્લામાંથી 604 દુધ મંડળીઓ દ્વારા દરરોજનું 2 લાખ લીટર દુધ સંપાદન કરવામાં આવે છે. દુધ ભરતા ફેરીયાઓ નાની મોટી મીઠાઇ શિખંડ આઇસક્રીમના વેપારીઓ તથા એનડીડીબી દ્વારા ચાલતી માહી મિલ્ક પ્રોડયુસર કંપની જેવી એજન્સીઓએ પણ દુધ સ્વીકારવાનું બંધ કરી દીધ્ોલ તેવા સમયે અમર ડેરી રોજગારીનું આધાર સ્તંભ બની રહેલ છે અનેક પશુપાલકોને રોજગારી પુરી પાડી છે જેથી 35 ટકા દુધનો ગ્રોથ વધ્ોલ છે. આઇસક્રીમ શિખંડ મીઠાઇનો વપરાશ બંધ હોવાથી 17 થી 20 ટકા ઘટ આવી છે તેવી સ્થિતીમાં અડગ રહી અમર ડેરી જિલ્લાની આજીવીકા અને રોજગારીનો આધાર સ્તંભ બનેલ છે 40 હજાર પરિવારો ડેરી સાથે જોડાવવાથી 1 લાખ 60 હજાર લોકોનો નિભાવ અમર ડેરી દ્વારા થઇ રહયો છે. કર્મચારીઓ રીટેલરો વર્કરો મળી 1 લાખ 65 હજાર જેટલા લોકો રોજગાર મેળવતા થયા છે. 24 કલાક દુધ પહોંચાડવાનું કામ 1 હજાર લોકોના અમર ડેરી પરિવાર દ્વારા કરવામાં આવે છે ઉપરાંત પશુઓને પોષ્ટીક આહાર સમતોલ અમર દાણ અને વેટરનરી સારવાર બીજદાન સેવા રસીકરણ વિગેરે સેવાઓ 24 કલાક ચાલુ રાખવામાં આવી છે તેમ ચેરમેનશ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, વાઇસ ચેરમેન મુકેશભાઇ સંઘાણી એમડી ડો. આર.એસ. પટેલે જણાવ્યુ હતુ.