અમરેલી જિલ્લામાં કોરોનાનો ભયજનક દોર : બે દિવસમાં 70 કેસ

  • ચાવંડ ચેકપોસ્ટ ઉપરથી રોજ સવાસો દોઢસો બિમાર આવે છે : રવિવારે 35 કેસ પોઝિટિવ આવ્યા અને સોમવારે વધુ 34 પોઝિટિવ કેસ : પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 686
  • જિલ્લામાં 430 લોકો સાજા થયા, 237 દર્દીઓ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ : મરણાંક 19 એ પહોંચ્યો : અમરેલીની હોસ્પિટલમાં કોરોનાનાં લક્ષણો સાથે 16 દર્દી દાખલ થયાં

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
અમરેલી જિલ્લામાં આક્રમક થઇ રહેલા કોરોનાએ કોરોના સામેના ફ્રન્ટલાઇનના લડવૈયા એવા તબીબોને ઝપટે લેવાનું શરૂ કર્યુ છે કોરોના વોરીયર્સ ડો. કાનાબાર, ડો. ગજેરા, ડો. શોભનાબેન મહેતા બે દિવસમાં પોઝિટિવ આવ્યા છે અને તેમના પોઝિટિવ આવતાની સાથે જ અમરેલી જિલ્લામાં કોરોનાનો ભયજનક દોર શરૂ થયો છે રવિ સોમ એમ છેલ્લા બે દિવસમાં 70 કેસ નોંધાયા છે અને ચાવંડ ચેકપોસ્ટ ઉપરથી રોજ સવાસો દોઢસો બિમાર આવે છે તથા રવિવારે 35 કેસ પોઝિટિવ આવ્યા બાદ સોમવારે વધ્ાુ 34 પોઝિટિવ કેસ આવતા જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 686 થઇ છે જ્યારે જિલ્લામાં 430 લોકો સાજા થયા છે અને 237 દર્દીઓ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે કોવિડ 19 થી મરણાંક 19 એ પહોંચ્યો છે અને સોમવારે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાનાં લક્ષણો સાથે 16 દર્દી દાખલ થયાં છે.
સોમવારે જાફરાબાદમાં કુંભારવાડા, તુરકીમોલા, પીપળીકાંઠા અને ગાયત્રી સોસાયટીના મળી 5 કેસ તથા રાજુલા શહેરમાં 3 અને રામપરા 2 માં 1 મળી 4 કેસ નોંધાયા છે જ્યારે અમરેલી શહેરમાં ગીરીરાજ સોસાયટી, ગંગાનગર, ગજેરા હોસ્પિટલ, વૃંદાવન સોસાયટી, બટારવાડી, બ્રાહ્મણ સોસાયટીમાં રામનગર, મીની કસ્બો મળી 7 કેસ નોંધાયા છે. જ્યારે સાવરકુંડલા શહેરમાં મારૂતીનગર સહિત 2 તથા તાલુકાના બોરાળામાં 1 કેસ નોંધાયો છે ધારી શહેરમાં ગણેશ સોસાયટી, શિવનગર મળી 4 તથા ધારીના જર, ગોપાળગ્રામ, ધારગણીમાં કેસ નોંધાયા છે તથા બગસરામાં જુના કરણીવાસ અને બીજો એક મળી 2 કેસ નોંધાયા છે. ચલાલામાં, લાઠીમાં તથા કુંકાવાવના અનીડામાં તથા તોરીમાં તથા બાબરાના કોટડાપીઠામાં, લાઠીના આંસોદરમાં કેસ નોંધાયા છે.
સોમવારે શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ચરખા, ગરમળી, અમરેલી કપોળ બોર્ડીગ સામે, ચિતલ રોડ, લાઠી, પીપળવા, જાફરાબાદ ધોબી શેરી, સલડી, ધારી, ચલાલામાં 2, અમરેલી દોલતરાય સ્કુલ પાસે, બગસરામાં 2, મીઠાપુર ડુંગરી, અમરેલી લાઠી રોડ, લુણકીના શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે.