બગસરામાં ઉભી બજારે 8 વેપારીઓ પોઝિટિવ આવતા હાહાકાર
અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ ના 32 કેસ નોંધાયા છે જેમાં અમરેલી જિલ્લામાં બગસરા ખાતે મુખ્ય બજારો ગોંડલ ચોક વિજય ચોક બજાર માંથી એકસાથે આઠ આઠ વેપારીઓ કે જેમણે કેમ્પમાં ટેસ્ટ કરાવ્યો હતો તેમના રિપોર્ટ આરટી પીસીઆરમાં પોઝિટિવ આવતા આજે ગાડીમાં ભરી તેમને અમરેલી લાવી દાખલ કરવામાં આવ્યા હતા નવાઈની બાબત એ હતી કે વેપારીઓને કોરોના ના લક્ષણ દેખાતા ન હતા
આ ઉપરાંત અમરેલી શહેરમાં જેસીંગપુરા બહારપરા આદર્શ નગર 2 કોળી વાસ જુની બજાર બસ સ્ટેન્ડ પાસે મળી સાત કેસ આવ્યા હતા જ્યારે સાવરકુંડલા ખાંભાના મોટા સમઢીયાળા બગસરાના જુનાવાઘણીયા અમરેલીનું વરસડા જાફરાબાદ જાફરાબાદ તાલુકાના ફાચરીયા ગામે 2 તથા ધારીના ડાંગાવદર man 2 બાબરામાં 3 અને મોટાલીલીયા વડીયામાં એક અને લાસા માં એક કેસ આવ્યો છે