અમરેલી જિલ્લામાં કોરોનાનો કોપ : વધુ બે દર્દીના અકાળે મોત

  • સંક્રમણ અટકે તે માટે તંત્ર દ્વારા કોરોનાના અવિરત રેપીડ ટેસ્ટ દરમિયાન કોરોનાના વધુ 32 પોઝીટીવ કેસ : કુલ દર્દી 1133
  • અમરેલીના હનુમાનપરાના 70 વર્ષના મહીલા અને લીલીયાના ટીબડી ગામના 57 વર્ષના મહીલાના કોરોનાને કારણે સતાવાર મોત જાહેર થતા કુલ મરણાંક 25 થયો
  • કોરોનાનું બેફામ બેટીગ : બગસરાની બજારમાં 8 વેપારી પોઝિટિવ મળતા હાહાકાર અમરેલીમાં 7 કેસ : લોકો ટેસ્ટ માટે આગળ આવે પોતે બચે અને પરિવારને બચાવે

અમરેલી,
દિવસ ઉગે અને રોજ માણસોને ભરખી જતાં કોરોના એ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આજે લીલીયાના ટીંબડી ગામ અને અમરેલી શહેરના હનુમાનપરા વિસ્તારના મહિલા દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
એ સાથે કોરોનાથી જિલ્લામાં મરણાંક 25 થયો છે લીલીયાના ટીબડી ગામના 57 વર્ષના મહિલા દર્દીને 22મી તારીખે અમરેલી દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો આજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતુ.
આજ રીતે અમરેલીના હનુમાન પરાના 70 વર્ષ ના મહીલા દર્દીનું પણ સારવાર દરમિયાન મૃત્યું નિપજયું હતુ.
અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ ના 32 કેસ નોંધાયા છે જેમાં અમરેલી જિલ્લામાં બગસરા ખાતે મુખ્ય બજારો ગોંડલ ચોક વિજય ચોક બજાર માંથી એકસાથે આઠ આઠ વેપારીઓ કે જેમણે કેમ્પમાં ટેસ્ટ કરાવ્યો હતો તેમના રિપોર્ટ આરટી પીસીઆરમાં પોઝિટિવ આવતા આજે ગાડીમાં ભરી તેમને અમરેલી લાવી દાખલ કરવામાં આવ્યા હતા નવાઈની બાબત એ હતી કે વેપારીઓને કોરોના ના લક્ષણ દેખાતા ન હતા
આ ઉપરાંત અમરેલી શહેરમાં જેસીંગપુરા બહારપરા આદર્શ નગરમાં બે કોળી વાસ, જુની બજાર બસ, સ્ટેન્ડ પાસે મળી સાત કેસ આવ્યા હતા જ્યારે સાવરકુંડલા તથા ખાંભાના મોટા સમઢીયાળા બગસરાના જુનાવાઘણીયા અમરેલીનું વરસડા, જાફરાબાદ શહેર, જાફરાબાદ તાલુકાના ફાચરીયા ગામે 2 તથા ધારીના ડાંગાવદરમાં 2 બાબરામાં 3 અને મોટાલીલીયા, વડીયામાં એક અને ખાંભાના લાસા માં એક કેસ આવ્યો છે.
સંક્રમણ અટકે તે માટે તંત્ર દ્વારા કોરોનાના અવિરત રેપીડ ટેસ્ટ થઇ રહયા છે ત્યારે લોકો ટેસ્ટ માટે આગળ આવે પોતે બચે અને પરિવારને બચાવે તે સૌના હીતમાં છે. લોકોએ સ્વયંભુ જાગૃત બની તંત્રને સહકાર આપી માનવતાની ઉમદા ફરજ નીભાવી જોઇએ.