અમરેલી જિલ્લામાં કોરોનાનાં 27 કેસ : એકનું મૃત્યું

  • અમરેલી જિલ્લામાં કોરોનાની મહામારી હવે વધુ ગંભીર બને તેવા એંધાણ
  • અમરેલી શહેરમાં નવ અને સાવરકુંડલામાં ચાર કેસ : એસટી ડીવીઝન સામે 58 વર્ષના પ્રૌઢનું મૃત્યું

અમરેલી,
આવનારા દિવસોમાં અમરેલી જિલ્લામાં કોરોનાનાં કેસ અને તેની ગતિ બંને ગંભીર સ્વરૂપ પકડે તેવા એંધાણ દેખાઇ રહયા છે આજે બુધવારે કોરોનાનાં 27 પોઝિટિવ કેસ આવ્યા હતા અને એકનું મૃત્યુ થયુ હતુ.
અમરેલીના લાઠી રોડ ઉપર, એસટી ડીવીઝનની સામેના વિસ્તારમાં રહેતા 58 વર્ષના પ્રૌઢનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ અને અમરેલી જિલ્લામાં આવેલા કોરોનાનાં 27 કેસમાંથી અમરેલી શહેરમાં બ્રાહ્મણ સોસાયટી, સુખનાથપરા, રોકડીયા પરા, હનુમાનપરા, સરદારનગર, વૃંદાવન સોસાયટી, ટાવર ચોક અને જેશીંગપરામાં 2 કેસ આવ્યા હતા ઉપરાંત સાવરકુંડલામાં ખાદી કાર્યાલય, કાણકીયા કોલેજ પાસે મળી ચાર કેસ આવ્યા હતા જ્યારે કુંકાવાવમાં 3, લાઠીમાં 2 તથા રાજુલાના ભેરાઇમાં અને બગસરામાં અમરાપરા સહિત 2 તથા બાબરામાં 1 અને ધારીમાં 2 કેસ આવ્યા છે ખાંભાના નેસડીમાં, કુંડલાના વંડામાં તથા રાજુલામાં ભેરાઇ રોડ સહિત 2 કેસ નોંધાયા છે.