અમરેલી જિલ્લામાં કોરોનાનાં 34 કેસ:બે મૃત્યું

  • અમરેલી શહેરના ગજેરાપરા વિસ્તારના વૃધ્ધા અને લાઠી રોડે વૃંદાવન પાર્કના વૃધ્ધના સારવાર દરમિયાન મૃત્યું:લોકોએ તકેદારી વધારવાનો સમય આવ્યો
  • અમરેલી જિલ્લામાં કોરોનાનો પીકઅવર્સ સમય હવે શરૂ થઇ રહયો છે

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનો પીકઅવર્સ સમય હવે શરૂ થઇ રહયો છે આજે અમરેલી જિલ્લામાં કોરોનાનાં 34 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે બે મૃત્યુંના બનાવો પણ બન્યા છે.
અમરેલી શહેરના ગજેરાપરા વિસ્તારના 78 વર્ષના વૃધ્ધા અને લાઠી રોડે વૃંદાવન પાર્કના 3 ના 73 વર્ષના વૃધ્ધના સારવાર દરમિયાન મૃત્યું થયા હતા અમરેલી જિલ્લામાં રાજકોટની જેમ કોરોનાનાં કેસ વધવાનો પીરીયડ શરૂ થયો છે.
આવા સમયે તંત્ર દ્વારા લેવાતા પગલામાં લોકોએ સહકાર આપી અને ખાસ કરીને અમરેલી શહેરના લોકોએ તકેદારી વધારવાનો સમય આવ્યો છે.