અમરેલી જિલ્લામાં કોરોનાનાં 26 કેસ : 9 કેસ અમરેલી શહેરનાં

  • રવિ સોમ મંગળમાં 12 દર્દીઓના મૃત્યુ બાદ બુધવારે એકપણ મૃત્યુ ન થતા રાહત
  • અમરેલીના હનુમાનપરામાં 39 વર્ષના પુરૂષ દર્દીનું મૃત્યું કોવિડથી થયાની સતાવાર જાહેરાત સાથે મૃત્યુઆંક 33 થયો

અમરેલી,
રવિ સોમ મંગળમાં 12 દર્દીઓના મૃત્યુ બાદ બુધવારે એકપણ મૃત્યુ ન થતા રાહત છવાઇ છે અને બુધવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં 26 કેસ નોંધાયા છે જેમાં 9 કેસ અમરેલી શહેરનાં છે આ ઉપરાંત અમરેલીના હનુમાનપરામાં 39 વર્ષના પુરૂષ દર્દીનું મૃત્યું કોવિડથી થયાની સતાવાર જાહેરાત સાથે મૃત્યુઆંક 33 થયો છે.
અમરેલી શહેરમાં બિનાકા ચોક, લાઠી રોડ, યમુનાપાર્ક, ગણેશ સોસાયટી, ગજેરાપરા, બટારવાડી, કામનાથ નગર, વૃંદાવન પાર્ક અને સુખનાથપરામાં મળી 9 કેસ નોંધાયા હતા અમરેલીના વડેરા ગામે 2 કેસ તથા સાવરકુંડલાના શેલણા, રાજુલાના ખાખબાઇ, લાઠીના કેરાળા, કલાપીપાર્ક અને પાડરશિંગા, ધારીના ભાડેર, નબાપરા, મોટી કુંકાવાવ, બગસરાના જુના વાઘણીયા, બાબરાના મોટા દેવળીયા, બાબરા, રાજુલાના વિક્ટરમાં 2 કેસ અને સાવરકુંડલામાં 1 કેસ નોંધાયો હતો જિલ્લામાં બુધવારે 23 દર્દીઓ સાજા થયા હતા અને કોરોનાના કુલ કેસની સંખ્યા 2261 થઇ છે.