અમરેલી જિલ્લામાં કોરોનાનાં 19 પોઝિટિવ કેસ : એક દર્દીનું મૃત્યું

  • અમરેલી જિલ્લામાં કોરોનાનું જોર ઓસરી રહયુ છે
  • બગસરાના લુંઘીયા ગામના દર્દીનું મૃત્યું : કોરોનાના કુલ કેસની સંખ્યા 2385 એ પહોંચી : 20 દર્દીઓ સાજા થયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનું જોર ઓસરી રહયુ છે અમરેલી જિલ્લામાં કોરોનાનાં 19 પોઝિટિવ કેસ મંગળવારે નોંધાયા છે અને બગસરાના લુંઘીયા ગામના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યું થયુ છે જિલ્લામાં આજના 19 કેસ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 2385 એ પહોંચી છે અને 20 દર્દીઓ સાજા થયા છે અમરેલી શહેરમાં આજે 19 માંથી 4 કેસ નોંધાયા છે જેમાં 2 ઓમનગરના છે.