અમરેલી જિલ્લામાં કોરોનાનાં 26 કેસ : બે દર્દીના મૃત્યું

  • વડીયાના કૃષ્ણપરાના અને લીલીયાના સનાળીયા ગામના વૃધ્ધ મહિલા દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યું નીપજ્યા

અમરેલી,

અમરેલી જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં રીકવરી રેટ વધ્યો હોય તેમ આજે નવા આવેલ કેસ કરતા સાજા થનાર દર્દીની સંખ્યા વધી છે બુધવારે 28 દર્દીઓ સાજા થતા રજા અપાઇ હતી અને જિલ્લામાં કોરોનાનાં 26 કેસ નોંધાયા હતા જ્યારે બે દર્દીના મૃત્યું નીપજ્યા હતા જેમાં વડીયાના કૃષ્ણપરાના 77 વર્ષના અને લીલીયાના સનાળીયા ગામના 70 વર્ષના વૃધ્ધ મહિલા દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યું નીપજ્યા હતા અમરેલી જિલ્લામાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 2411 થઇ છે અને હાલમાં 211 દર્દીઓ સારવારમાં છે.