અમરેલી જિલ્લામાં કોરોનાનાં 24 કેસ : 3 દર્દીના સારવાર દરમિયાન મૃત્યું

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનાં 24 કેસ નોંધાયા છે અને ગુરૂવારે 14 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી જ્યારે 218 દર્દીઓ સારવાર લઇ રહયા છે અને કોરોનાના કુલ કેસની સંખ્યા 2435 પહોંચી છે આ ઉપરાંત અમરેલીમાં સારવાર લઇ રહેલા ખાંભાના વાંકીયા, ભાડ ગામના 60 વર્ષના મહિલા દર્દી સાવરકુંડલાના સીમરણ ગામના 65 વર્ષના મહિલા દર્દી તથા સાવરકુંડલાના જુના સાવર ગામના 72 વર્ષના વૃધ્ધ દર્દીનું મૃત્યુ નીપજ્યુ હતુ.