અમરેલી જિલ્લામાં કોરોનાનાં 23 કેસ : એક દર્દીનું સારવારમાં મોત

  • સાજા થનાર દર્દીની સંખ્યા વધી : 31 દર્દીઓ ડીસ્ચાર્જ
  • 207 દર્દીઓ સારવારમાં : કોરોનાના કુલ કેસની સંખ્યા 2458 : કેરાળા વિરડીયાના 72 વર્ષના વૃધ્ધનું મોત

અમરેલી,
અમરેલી જિલ્લામાં શુક્રવારે કોરોનાનાં 23 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2458 થઇ છે અને 31 દર્દીઓ સાજા થતા રજા અપાઇ છે જ્યારે હાલમાં 207 દર્દીઓ સારવાર લઇ રહયા છે જ્યારે અમરેલીમાં સારવાર લઇ રહેલા કેરાળા વિરડીયા ગામના 72 વર્ષના પુરૂષ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યુ હતુ.