અમરેલી જિલ્લામાં કોરોનાનાં 16 કેસ : 26 દર્દીઓ સાજા થયા

  • અમરેલીમાંથી શુક્રવારે યમરાજ ખાલી હાથે પાછા ગયા
  • કોરોનાનાં 174 દર્દીઓ સારવારમાં, કુલ કેસની સંખ્યા 2583 થઇ

અમરેલી,
કોરોનાના કારણે મૃત્યુ પામવાના બનાવમાં અમરેલી જિલ્લામાં નોંધપાત્ર ઘટાડો ચાલુ રહયો છે ગઇ કાલે ગુરૂવારે બે દર્દીના મ,ત્યુ થયા બાદ આજે શુક્રવારે યમરાજ ખાલી હાથે પાછા ગયા હતા અને તમામ દર્દીઓ સલામત રહયા હતા જિલ્લામાં શુક્રવારે કોરોનાનાં નવા 16 કેસ નોંધાયા હતા અને 26 દર્દીઓ સાજા થયા હતા એ સાથે જ કોરોનાનાં સારવાર લઇ રહેલા કોરોનાની સંખ્યા 174 થઇ છે અને કુલ કેસની સંખ્યા 2583 થઇ છે જ્યારે સતાવાર મૃત્યુ આંક 33 નો રહયો છે.