અમરેલી જિલ્લામાં કોરોનાની આક્રમકતામાં સતત ઘટાડો : વધુ 24 દર્દીઓ સાજા થયા

  • રવિવારે 6 અને સોમવારે 16 કેસ નોંધાયા
  • 152 દર્દીઓ જ સારવારમાં : જિલ્લામાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 2622 થઇ : દાખલ થનારા દર્દી કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સુખદ વધારો

અમરેલી,
રવિવારે 6 અને સોમવારે 16 કેસ નોંધાયા હતા અને અમરેલી જિલ્લામાં કોરોનાની આક્રમકતામાં સતત ઘટાડો થતો હોય તેમ વધુ 24 દર્દીઓ સોમવારે સાજા થયા છે અને હાલમાં કોવિડ હોસ્પિટલમાં માત્ર 152 દર્દીઓ જ સારવારમાં છે આ સાથે આજે જિલ્લામાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 2622 થઇ છે અને કોરોનાના દાખલ થનારા દર્દી કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સુખદ વધારો થઇ રહયો છે.