અમરેલી જિલ્લામાં કોરોના ડઝનબંધ વડીલોને લઇ ગયો

  • માનો યા ન માનો : આઇસીયુમાં માતાજીની તસ્વીર લાગી અને યમદુતો ટાઢા પડયા : શનિવારથી મંગળવાર સુધી ચાર દિવસ એક પણ મૃત્યુ નહી પણ 
  • યુવા વર્ગની બેદરકારી, વડીલોનો દેશી વૈદાનો આગ્રહ અને મોડા સારવારમાં જવાને કારણે બીજી બિમારીઓથી પિડાતા અનેક વૃધ્ધોને જીવલેણ કોરોનાએ શિકાર બનાવ્યા 
  • બાળકોને સંસ્કારોનું સિંચન કરતી જુની પેઢીનું મોટા પ્રમાણમાં ગામતરૂ : છેલ્લા 5 મહિનામાં પાંચેક કિસ્સા એવા પણ આવ્યા છે કે સંતાનો વડીલોના અસ્થિફુલ પણ નથી લઇ ગયા 

અમરેલી,
કોરોનાના સમયમાં અનેક ઘટનાઓ ઝડપભેર બની રહી હતી એક તરફથી કોરોનાનો ગ્રાફ ઉચો જઇ રહયો હતો અને બીજી તરફ કોરોનાના પોઝિટિવ આવેલા દર્દીઓ બીજી કોઇને કોઇ બિમારીને કારણે ટપોટપ મરણને શરણ થતા હતા પણ આજના યુગમાં જોગાનું જોગ કહો કે બીજુ ગમે તે કારણ કહો કે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલના કોવિડ વિભાગમાં આવેલા આઇસીયુમાં પહેલા નોરતાથી માતાજીની તસ્વીર લગાડી ધુપ, દીપ શરૂ કરાયા પછી કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓના મૃત્યુમાં આશ્ર્ચર્યજનક ઘટાડો થયો છે.પહેલા એક અઠવાડીયામાં સરેરાશ 10 થી 15 મૃત્યુ થતા હતા પરંતુ નવરાત્રીના તહેવારો દરમિયાન કુલ પાંચ જેટલા મૃત્યુ થયા છે જો કે છેલ્લા પાંચ દિવસમાં એક પણ મૃત્યુ નથી થયુ તે રાહતની બાબત છે પણ સૌથી ગંભીર બાબત એ પણ ગણવી રહી કે જુન, જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓકટોમ્બર આ પાંચ માસમાં સતાવાર રીતે 33 પણ કોરોનાના પોઝિટિવ દર્દી હોય અને બીજા કોઇ બિમારીથી મૃત્યુ થયુ હોય તેવા ગણી ન શકાય તેટલા મૃત્યુ થયા છે અને તેમાં 90 ટકા દર્દીઓ 60 વર્ષની ઉપરની ઉમરના છે બાળકોને ધાર્મિક સંસ્કારો, સામાજિક સંસ્કારો અને પારિવારીક ભાવના શીખવાડતા વડીલોને સામુહીક રીતે કોરોના ભરખી ગયો છે આમા અમરેલીના કૈલાશ મુક્તિધામમાં તો અમરેલીના બે સહિત પાંચેક કિસ્સા એવા પણ છે કે કોરોના પોઝિટિવ કીટમાં આવેલા વડીલોના અસ્થિફુલ પણ લેવા માટે તેના પરિવારજનો ખોટી નથી થયા આવા અનેક કડવા અને કોરોનાના સમયે લોકોને મદદરૂપ થનારા લોકોના સારા બનાવો બહાર નથી આવ્યા.કોરોનાના સમયે યુવા વર્ગની બેદરકારી, વડીલોનો દેશી વૈદાનો આગ્રહ અને મોડા સારવારમાં જવાને કારણે બીજી બિમારીઓથી પિડાતા અનેક વૃધ્ધોને જીવલેણ કોરોનાએ શિકાર બનાવ્યા હતા પરંતુ હવે કોરોનાને કારણે મૃત્યુ અને કેસ બંને ઘટી રહયા છે ત્યારે શિયાળામાં આ પ્રમાણ સતત ઘટતુ રહેશે તેવુ લાગી રહયુ છે પરંતુ અત્યાર સુધી જે સાવચેતી રાખી તેવી સાવચેતી રાખવી પણ જરૂરી છે જેવી રીતે સ્વાઇનફલુએ જિલ્લામાં હાહાકાર મચાવ્યો હતો તે સ્વાઇનફલુના જ મોટાભાઇ એવા કોરોના પણ સ્વાઇનફલુના જ પગલે ચાલશે તેવુ અત્યારે દેખાઇ રહયુ છે શિયાળામાં લોકોની તંદુરસ્તીને કારણે કોરોના આટો વાઢીને ચાલ્યો જશે અને છુટક છુટક કેસો શરૂ રહેશે જે કદાચ ચારેક મહિના સુધી રહે તેવી શક્યતા છે ત્યાં સુધીમાં વેક્સિન પણ આવી જશે અને ત્યાર પછી કેટલાક અટકેલા સામાજિક કાર્યો ઉત્સવો ફરી શરૂ થશે.