અમરેલી જિલ્લામાં કોરોનાનાં વધુ 16 કેસ : અમરેલી શહેરમાં 3 કેસ નોંધાયા

  • ચલાલામાં 2, ધારીમાં 1 કેસ, લીલીયાના હાથીગઢમાં પણ કોરોનાના પગલા
  • અમરેલીમાં લાઠી રોડ, ગીરીરાજ સોસાયટી, બ્રાહ્મણ સોસાયટીમાં કેસ : ગ્રામ્યના શેડુભાર અને રાંઢીયામાં પણ કેસ નોંધાયા

અમરેલી,
ઓછો થઇ રહેલો કોરોના હવે શહેર ઉપરાંત ગામડાઓ તરફ પણ જઇ રહયો છે આજે લીલીયાના હાથીગઢ ગામમાં અને અમરેલી તાલુકાના રાંઢીયા, શેડુભાર, ખાંભાના લાસા, કુંકાવાવના મોરવાડા અને બાબરાના પાનસડામાં તથા અમરેલી શહેરમાં લાઠી રોડ ગીરીરાજ સોસાયટી, બ્રાહ્મણ સોસાયટી અને સાવરકુંડલામાં મહુવા રોડ સહિત 2, ધારીમાં 1 અને ચલાલામાં 2 કેસ નોંધાયા છે આજે 16 કેસ નવા આવતા કુલ કેસની સંખ્યા 2653 થઇ છે અને 15 દર્દીઓ સાજા થતા રજા અપાઇ છે તથા 147 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહયા છે.