અમરેલી જિલ્લામાં કોરોનાનો ગ્રાફ ડાઉન : 13 કેસ

  • 143 દર્દીઓ સારવારમાં : 16 દર્દીઓ સાજા થઇ ગયા : જિલ્લામાં કુલ કેસ 2666 થયા

અમરેલી,
અમરેલી શહેર જિલ્લા ભરમાં કોરોનાનાં દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડા સાથે કોરોનાનો ગ્રાફ ડાઉન થઇ રહ્યો છે. આજે કોરોનાનાં 13 નવા કેસ નોંધાયા હતા.
કોરોનાના કુલ કેસની સંખ્યા 2666 થઇ છે જ્યારે સારવાર લઇ રહેલા 16 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી અને હાલમાં 143 દર્દીઓ સારવારમાં છે. કોરોનાનાં દર્દીઓ ઘટતા રાહત થઇ છે.