અમરેલી જિલ્લામાં કોરોનાની ઘાતકતા ઓછી થઇ : રાજકોટમાં બગસરાના દર્દીનું મૃત્યું

  • છેલ્લા કેટલાક દિવસોથી અમરેલીમાં મૃત્યુના બનાવો સદંતર બંધ થઇ ગયા
  • અમરેલી જિલ્લામાં કોરોનાનાં 15 કેસ, 23 દર્દીઓ સાજા થઇ ગયા : 135 દર્દીઓ સારવારમાં : કુલ કેસની સંખ્યા 2681

અમરેલી,
છેલ્લા કેટલાક દિવસોથી અમરેલીમાં મૃત્યુના બનાવો સદંતર બંધ થઇ ગયા છે જેથી રાહત છવાઇ છે અને એમ લાગી રહયુ છે કે અમરેલી જિલ્લામાં કોરોનાની ઘાતકતા ઓછી થઇ ગઇ છે જો કે ગઇ કાલે રાજકોટમાં સારવાર દરમિયાન બગસરાના દર્દીનું મૃત્યું નીપજ્યું હતુ શુક્રવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં 15 કેસ નોંધાયા હતા જેની સામે 23 દર્દીઓ સાજા થઇ ગયા છે અને હાલમાં 135 દર્દીઓ સારવારમાં છે આ સાથે કોરોનાનાં કુલ કેસની સંખ્યા 2681થઇ છે.