અમરેલી જિલ્લામાં કોરોનાનાં 12 કેસ યમરાજા પાછા આવ્યા : વધુ એક મોત

  • ગઇ કાલે લીલીયા અને વરસડાના વૃધ્ધના મોત બાદ બુધવારે જાફરાબાદના લોઠપુર ગામના 45 વર્ષના આધેડનું અમરેલીમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું

અમરેલી,
નવરાત્રી પછી અમરેલી જિલ્લામાં કોરોનાના કેસો અને મૃત્યુંની સંખ્યા ઓછી થઇ હતી જેમાં કેસની સંખ્યા તો ઘટી રહી છે પણ સાવ બંધ થઇ ગયેલા મૃત્યુના બનાવો ફરી શરૂ થયા છે જો કે પહેલાની તુલનામાં મૃત્યુનું પ્રમાણ ઓછુ છે પણ બંધ નથી થયું આજે બુધવારે જાફરાબાદના લોઠપુર ગામના 45 વર્ષના આધેડનું અમરેલીમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતુ.
ગઇ કાલે વરસડા અને લીલીયાના 82 અને 85 વર્ષના વૃધ્ધના મૃત્યુ નીપજ્યા હતા ત્યાર બાદ આજનો દિવસ ખાલી નથી ગયો આજે વધુ એક શબ પીપીઇ કીટમાં ગયુ હતુ આજે કોરોનાનાં 12 કેસ નોંધાયા છે અને તેની સામે 18 સાજા થયા છે જ્યારે 123 દર્દીઓ સારવાર લઇ રહયા છે કુલ કેસની સંખ્યા 2740 થઇ છે.