અમરેલી જિલ્લામાં કોરોનાનાં વધુ ચાર પોઝિટિવ કેસ

અમરેલી,લાંબા સમય સુધી કોરોના મુક્ત રહેલા અમરેલી જિલ્લામાં કોરોનાના કેસનું પ્રમાણ ભયજનક રીતે વધી રહયું છે જિલ્લામાં આજે ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જ્યારે વધુ છ શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે.
સાવરકુંડલાનાં અમદાવાદમાં પોઝિટિવ પુત્રના સંપર્કમાં આવેલ 71 વર્ષના વૃધ્ધ તથા સાવરકુંડલામાં હોસ્પિટલમાં ફરજ બજાવતા અને એક અઠવાડીયા પહેલા ગઢડાથી આવેલ વ્યક્તિઓના સંપર્કમાં આવેલ 28 વર્ષના યુવાન અને તા.4 જુનનાં અમદાવાદથી આવેલ કોરોનાના પોઝિટિવ દર્દીના કોન્ટેકટનાં સંપર્કમાં આવેલ ધારીના અજંતા સોસાયટીમાં રહેતા 22 વર્ષના યુવાન અને તા.30મી ના અમદાવાદથી આવેલ વ્યક્તિઓના સંપર્કમાં રહેલ અમરેલી તાલુકાના વિઠલપુર ખંભાળીયા ગામના 50 વર્ષનાં પ્રૌઢનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં 11 દર્દીઓ કોરોનાને પછાડી ઘેર ગયા છે અને હાલમાં 16 લોકો સારવાર લઇ રહયા છે દરમિયાન શાંતાબા ગજેરા હોસ્પિટલમાં તા.12 ના અમદાવાદથી આવેલ ધારીનાં મોણવેલ ગામની 38 વર્ષની મહિલા તથા અમરેલી પ્રતાપપરાના ભરવાડપરામાંથી 60 વર્ષના વૃધ્ધ તથા અમરેલીના ચિતલ રોડે સર્વોદય સોસાયટીમાં તા.14 ના પોરબંદરથી રાજકોટથી અમરેલી આવેલ 23 વર્ષની યુવતીને દાખલ કરાયા છે અને ભાયાવદરમાં તા.11 12 અને 13 ના મુંબઇથી આવેલ એક જ પરિવારના 44,48 અને 51 વર્ષનાં 3 ભાઇઓએ કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને રેન્ડમ સેમ્પલમાં પોઝિટિવ આવેલ 34 વર્ષના સાવરકુંડલા આસોપાલવ સોસાયટીના યુવાનને પણ દાખલ કરવામાં આવેલ છે.
જ્યારે ધારીથી મળતા અહેવાલો અનુસાર ધારીમાં કેવી રીતે થયું કોરોનાનું સંક્રમણ ?
ધારીમાં કોવિડ-19 કોરોના પોઝીટીવની હિસ્ટ્રી એવા પ્રકારની છે કે તેઓની પાસે અમદાવાદથી મહેમાન પેટ્રોલપંપ ખાતે આવ્યા હતા અને તેઓ તેમને ગત 4 જુનના રોજ મળ્યા હતા આ મહેમાન સાથે તેમના વૃદ્ધ પિતા હોય જે કોરોના પોઝીટીવ હોય પણ આ પોઝીટીવ વ્યક્તિ કારમાં જ બેઠેલા હોય તેમ છતાં ધારીનાં આ દર્દી સંક્રમણનો ભોગ બનવા પામેલ છે
પોઝિટિવ કેસ આવતા ધારીનાં સરપંચ જીતુભાઈ જોશી, ઉપસરપંચ જીજ્ઞેશગિરિ ગોસાઈ, સેક્રેટરી સિમાબેન વેગડા, ઓવરસિયર નારણભાઈ વાધવાણી, ઉમેશભાઈ મકવાણા, રમેશભાઈ મકવાણા, સંજયભાઈ વાળા સહિતની ગ્રામપંચાયત ટીમ દ્વારા તુરંત અસરતળે સફાઈ અભિયાન ચલાવી વિસ્તારમાં સેનિટાઈઝ સ્પ્રેકાર્ય કરાવેલ અને તમામ ટીમે તંત્રને મદદની પણ જરૂરી હૂંફ પ્રદાન કરી હતી જરૂરી કાર્યવાહી કરવા માટે ડી.એચ.ઓ. ડો. એચ.એફ.પટેલ, ડી.એમ.ઓ. ડો.એ.કે.સિંગ, ડી.એચ.ઓ. ડો.જે.એસ.પટેલ, પ્રાંત અધિકારી જણકાટ, મામલતદાર ઝાલા, ટી.ડી.ઓ. આર.બી.સોલંકી, ટી.એચ.ઓ. આર.આર.મકવાણા, જિલ્લા ભાજપ મંત્રી હિતેશભાઈ જોશી, યુવા પત્રકાર ઉદયભાઈ ચોલેરા, ડો.વરૂણ દેવમુરારી, ડો.પાર્થ મહેતા, ડો.કિરણબેન ગેડીયા, ડો.પુજાબેન મકવાણા, સુપરવાઇઝર એમ.પી.ડોબરીયા સહિત મેલ-ફિમેલ હેલ્થ વર્કરો અને પી.એસ.આઈ.વાઘેલા, મહિલા પી.એસ.આઈ.ચૌધરી તથા પોલીસ સ્ટાફ જરૂરી કાર્યવાહી માટે ઉપસ્થિત રહ્યો હતો.