અમરેલી જિલ્લામાં કોરોનાનાં સૌથી ઓછા કેસ નોંધાયા : જિલ્લાભરમાં માત્ર 5 કેસ

  • અમરેલી શહેરમાં 1, બગસરામાં 2, લાઠી અને ધારીમાં 1-1 કેસ નોંધાયા : 15 દર્દીઓ સાજા થયા : 113 દર્દીઓ સારવારમાં

અમરેલી,
કોરોનાનાં વળતા પાણી શરૂ થયા હોય તેમ આજે મૃત્યુનો એક પણ બનાવ નથી બન્યો અને આજે જિલ્લામાં સૌથી ઓછા રેકર્ડ બ્રેક માત્ર 5 જ કેસ નોંધાયા છે. અમરેલી શહેરમાં લાઠી રોડ ઉપર 1, બગસરામાં 2 તથા લાઠીમાં 1 અને ધારીના પ્રેમપરામાં 1 બનાવ નોંધાયો છે કોરોનાનાં સારવાર લઇ રહેલા 15 દર્દીઓ આજે સાજા થતા તેમને રજા આપવામાં આવી છે હાલમાં 113 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે અને અમરેલી જિલ્લામાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 2725 એ પહોંચી છે.