અમરેલી જિલ્લામાં કોરોનાનાં કેસમાં પાછો ઉછાળો : 24 કેસ : એક દર્દીનું મોત

  • માસ્કની તકેદારી છતાંય બેદરકારીથી કેસમાં વધારો
  • 39 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ : 174 દર્દીઓ સારવારમાં : કુલ દર્દીની સંખ્યા 3194 થઇ : માલવીયા પીપરીયાનાં 70 વર્ષનાં વૃધ્ધનું મોત

અમરેલી,
માસ્કની તકેદારી છતાંય સામાજીક કાર્યક્રમો અને બેદરકારીથી કોરોનાનાં કેસમાં વધારો જોવા મળ્યો છે. આજે અમરેલી જિલ્લામાં કોરોનાનાં કેસમાં પાછો ઉછાળો આવ્યો છે અને શુક્રવારે 24 કેસ નોંધાયા છે જ્યારે એક દર્દીનું મોત નિપજ્યું હતું.
શુક્રવારે નવા 24 કેસ સામે 39 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ હતી અને હાલમાં 174 દર્દીઓ સારવારમાં છે. જ્યારે કોરોનાનાં કુલ દર્દીની સંખ્યા 3194 થઇ છે અને કોરોના પોઝીટીવ એવા માલવીયા પીપરીયાનાં 70 વર્ષનાં વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું.