અમરેલી જિલ્લામાં કોરોનાના 19 કેસ : ધારી તાલુકાના એક દર્દીનું મોત

  • 19 દર્દીઓ સાજા થયા : કુલ કેસની સંખ્યા 3213 થઇ : ધારી તાલુકાના દુધાળા ગીર ગામના વૃધ્ધનું સારવાર દરમિયાન મોત

અમરેલી,અમરેલી જિલ્લામાં એક વખત સાવ ઘટી જઇ અને પછી વધેલા કોરોનાની સ્થિતિ સ્થીર થઇ છે છેલ્લા ત્રણ દિવસથી રોજ એક મોત થઇ રહયું છે અમરેલી જિલ્લામાં કોરોનાના 19 કેસ નોંધાયા છે અને ધારી તાલુકાના એક દર્દીનું મોત થયું છે.
જિલ્લામાં શુક્રવારે કોરનાના 19 દર્દીઓ સાજા થયા હતા અને હાલમાં 169 દર્દીઓ સારવાર લઇ રહયા છે જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3213 થઇ છે અને ધારી તાલુકાના દુધાળા ગીર ગામના 70 વર્ષના વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.