અમરેલી જિલ્લામાં કોરોનાના 22 કેસ : બે દિવસમાં 3 ના મોત

  • રાજુલા, મોટી કુંકાવાવ અને અમરેલીના દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યાં

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાના કેસ વધારે આવી રહયા છે આજે શુક્રવારે 22 કેસ નોંધાતા કુલ
કેસની સંખ્યા 3340 થઇ છે અને 14 દર્દીઓ સાજા થતા રજા અપાઇ હતી જ્યારે 173 દર્દીઓ સારવાર લઇ
રહયા છે.
ગુરૂવારે અમરેલીમાં સારવાર દરમિયાન રાજુલાના 71 વર્ષના વૃધ્ધ અને અમરેલીના 58
વર્ષના પરપ્રાંતિય આધેડનું મોત નીપજ્યુ હતુ જ્યારે શુક્રવારે મોટી કુંકાવાવના 74 વર્ષના મહિલા દર્દીનું
સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.