અમરેલી જિલ્લામાં કોરોનાના કેસ ઘટયા : માત્ર 9 કેસ

  • બે દિવસથી દર્દીઓની સંખ્યામાં ઘટાડો 
  • 152 દર્દીઓ સારવાર હેઠળ : 22 દર્દીઓ સાજા થતા ડીસ્ચાર્જ કરાયા

અમરેલી,
અમરેલી શહેર જિલ્લામાં કોરોનાની સ્થિતી હજુ પણ યથાવત રહી છે આજે કોરોનાના 9 કેસ આવ્યા હતા સારવાર હેઠળ 152 છે જ્યારે 22 દર્દીઓને સારૂ થઇ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં આજ સુધીમાં કુલ મોત 40 ના થયા હતા અને કુલ દર્દીઓ 3449 આજ સુધીમાં નોંધાયા છે. અમરેલી કલેકટરશ્રી આયુષ ઓકના મોનીટરીંગ નીચે આરોગ્ય તંત્રની સજ્જડ વ્યવસ્થાને કારણે કોરોનાનાં દર્દીઓને રાહત થઇ રહી છે. અને દર્દીઓની રીકવરી ઝડપભેર થઇ રહી છે.