અમરેલી જિલ્લામાં કોરોના ; તોફાન પહેલાની શાંતિ ?

  • દિવાળીની જેમ જ કોરોનાના કેસ ઘટી રહયા છે પણ અમદાવાદ, રાજકોટ સુધી આવેલ મ્યુકરમાયકોસીસનો ખતરો
  • અમરેલી જિલ્લામાં સાડા ત્રણ હજાર લોકો કોરોનાનો ભોગ બની ચુક્યા છે બ્રીટનની જેમ જો રોગ ઉથલો મારે તો અમરેલીમાં પણ મુશ્કેલી વધી શકે છે
  • બ્રીટનની સરખામણીએ કાઠીયાવાડની ઇમ્યુનીટી સારી છતા બેદરકારી દાખવવી પરવડે નહી : સોમવારે કોરોનાનાં 6 કેસ નોંધાયા : 16 દર્દીઓ સાજા થયા

અમરેલી,
દિવાળીની જેમ જ કોરોનાના કેસ ઘટી રહયા છે પણ અમરેલી જિલ્લામાં કોરોનાના કેસને લઇ અત્યારે તોફાન પહેલાની શાંતિ છે કે કેમ તેવો સવાલ થઇ રહયો છે કારણકે અમરેલી જિલ્લામાં સાડા ત્રણ હજાર લોકો કોરોનાનો ભોગ અત્યાર સુધીમાં બની ચુક્યા છે અને બ્રીટનની જેમ જો રોગ ઉથલો મારે તો અમરેલીમાં પણ મુશ્કેલી વધી શકે છે કારણકે મ્યુકરમાયકોસિસના કેસમાં મૃત્યુનું પ્રમાણ 50 ટકા હોય છે જે માત્ર કોવિડમાં ત્રણ ટકા હતુ જો કે બ્રીટનની સરખામણીએ કાઠીયાવાડની ઇમ્યુનીટી સારી છે છતા બેદરકારી દાખવવી પરવડે નહી જેની ઇમ્યુનીટી નબળી હશે તેને મ્યુકરમાયકોસિસ ભરખી જશે જો કે અત્યારે માત્ર અમદાવાદ અને રાજકોટમાં આ કેસ નોંધાયા છે સદનસીબે અમરેલીમાં આ કેસ આવ્યા નથી.અમરેલી જિલ્લામાં સોમવારે કોરોનાનાં 6 કેસ નોંધાયા છે અને 16 દર્દીઓ સાજા થયા છે કોરોનાના કારણે આર્થિક અને સામાજીક રીતે મુશ્કેલી પડી હતી તેમાંથી લોકો ઉભરી રહયા છે તેવા સમયે આવી રહેલી આ નવી ઉપાધી સામે ડર્યા વગર સજ્જ રહેવુ જરૂરી છે.