અમરેલી જિલ્લામાં કોરોના પાછો જાગ્યો : 8 પોઝીટીવ કેસ આવ્યાં

  • સાવ ઓછી સંખ્યામાં થઇ ગયેલા કેસ 8 ગણા વધ્યાં : બજારમાં માસ્ક વગર અને સોશ્યલ ડીસ્ટન્સનાં અભાવે પાછો કોરોનાં ભડકે તેવી શક્યતા

અમરેલી,સરકારનું સુત્ર છે સાવધાની હટી કે દુર્ઘટના ઘટી તે મુજબ કોરોનાના કેસ ઓછા થઇ જતા બેધ્યાન થઇ ગયેલા લોકોનાં સામાજીક અને રોજબરોજનાં કાર્યોમાં તકેદારી ઘટતા અમરેલી જિલ્લામાં કોરોના ફરી જાગ્યો છે. જિલ્લામાં ગુરૂવારે 8 પોઝીટીવ કેસ આવ્યાં છે. અત્રે નોંધનીય છે કે, સાવ ઓછી સંખ્યામાં થઇ ગયેલા કેસ 8 ગણા વધ્યાં છે. બજારમાં માસ્ક વગર અને સોશ્યલ ડીસ્ટન્સનાં અભાવે પાછો કોરોનાં ભડકે તેવી શક્યતા પણ છે. આજે એક દર્દી કોરોના મુક્ત થયા હતાં અને 24 દર્દીઓ સારવારમાં છે.