અમરેલી જિલ્લામાં કોરોનાની સ્થિતી વણસી : એક જ દિવસમાં 20 કેસ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાની સ્થિતી છેલ્લા 5 દિવસમાં વણસી રહી છે દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે આજે અમરેલી જિલ્લામાં કોરોનાના 20 કેસ નોંધાયા હતા ઉપરાંત સારવાર હેઠળ 110 દર્દીઓ છે જ્યારે 5 દર્દીઓને સારૂ થઇ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા જિલ્લામાં આજ સુધીમાં કોરોનાને કારણે 41 ના મોત થયા છે અને કુલ 4545 દર્દીઓ નોંધાયેેલા હોવાનું આરોગ્ય સુત્રોમાંથી બહાર આવ્યુ છે.