અમરેલી જિલ્લામાં કોરોનાનાં 18 દર્દીઓના મૃત્યું

  • અમરેલી જિલ્લામાં કોરોનાનાં સારવાર લઇ રહેલા દર્દીઓના મૃત્યુનું પ્રમાણ ઓછુ થયું 
  • અમરેલીમાં કોરોનાની સારવાર લઇ નેગેટીવ થઇ ગયા બાદ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ અલગ શુક્રવારે અમરેલી હોસ્પિટલમાંથી 11, રાજુલામાં 6 અને કુંડલામાં 1 દર્દીના મૃતદેહોની અંતિમવિધી થઇ
  • બગસરા, કોઠા પીપરીયા, ભાયાવદર, કણકોટ, ચલાલા, સલડી, વાંકીયા, શિલાણા, જસદણ, સમઢીયાળા, રામપરા-2, કડીયાળી, રાજુલા, નાના બારમણ, માલકનેશ અને કુંડલાનાં દર્દીનાં મૃત્યું

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા હોસ્પિટલોમાં ઓછી આવી રહી છે જિલ્લા તંત્ર દ્વારા થઇ રહેલા સર્વેલન્સમાં પોઝિટિવ દર્દીઓ મળી રહયા છે ત્યારે આજે શુક્રવારે રાહતરૂપ સમાચાર એ છે કે આજે કોરોનાના દર્દીના મૃત્યુના બનાવોમાં ઘટાડો થયો છે આજે 18 દર્દીઓના મૃત્યુ થયા છે. જો કે અમરેલી શહેરમાં એક કોરોનાની સારવાર લેતા અને બીજા અન્ય 10 મળી કુલ 11 મૃત્યુ થયા છે.
આજ પ્રકારે સાવરકુંડલામાં સાવર વિભાગના સ્મશાનમાં મધ રાત્રે એક કોવિડ અને ત્રણ અન્ય તથા કુંડલા વિભાગમાં બે અન્ય મળી કુલ 6 અંતિમ વિધી થઇ છે અને રાજુલામાં 6 અંતિમ વિધી કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થઇ છે.
અમરેલીમાં સારવાર લઇ રહેલા લીલીયાના સલડી ગામના 50 વર્ષના મહિલા, વાંકીયાના 59 વર્ષના મહિલા, શિલાણાના 80 વર્ષના મહિલા, જસદણના 48 વર્ષના મહિલા, ચલાલાના 75 વર્ષના પુરૂષ, કણકોટના 73 વર્ષના પુરૂષ, ભાયાવદરના 45 વર્ષના મહિલા, કોઠા પીપરીયાના મહિલા, બગસરાની 20 વર્ષની યુવતી, જેશીંગપરાના 44 વર્ષના પુરૂષ, રાજુલાના નાના બારમણના 85 વર્ષના સ્ત્રી, માલકનેશના 55 વર્ષના પુરૂષ, રાજુલાના 60 વર્ષના પુરૂષ, કડીયાળીમાં 50 વર્ષના સ્ત્રી, રામપરા-2 માં 55 વર્ષના પુરૂષ, સમઢીયાળામાં 70 વર્ષના સ્ત્રી દર્દીની કોવિડ ગાઇડલાઇન પ્રમાણે અંતિમ વિધી કરાઇ હતી.
આ ઉપરાંત અમરેલીમાં મોહનનગર, એસટી ડિવીઝન સામે, લીલીયા રોડ શિવ રેસીડેન્સી, ચિતલ રોડે તપોવન મંદિર પાસે, હનુમાનપરા સહિત અમરેલી શહેરના એક કોવિડ અને બાકીના 10 માંથી મોટા ભાગના એવા હતા કે જે કોવિડમાં નેગેટીવ આવ્યા હતા અને ઘર પર હતા તેમના મૃત્યુ થયા છે.