- યમરાજાએ એક દિવસનો બ્રેક લઇ બમણા જોશથી કામ શરૂ કર્યુ : માત્ર 24 કલાકમાં જ હાહાકાર
- અમરેલીમાં કોરોનાનાં રાજુલામાં 1 અને સાવરકુંડલામાં 2 મળી 12 દર્દીઓ ઉપરાંત અમરેલીમાં અન્ય 11, રાજુલામાં 4, કુંડલામાં 8 મળી કુલ 33 ના મૃત્યું થયાં
અમરેલી,અમરેલી જિલ્લામાં ગઇ કાલે એક દિવસ મૃત્યુના બનાવોમાં રાહત રહયા બાદ આજે જિલ્લાના અમરેલી, સાવરકુંડલા અને રાજુલામાં કોરોનાનાં 12 દર્દીઓ અને 21 અન્ય મળી કુલ 33 લોકોના એક જ દિવસમાં મૃત્યુ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં જાફરાબાદના 65 વર્ષના મહિલા, ધારીના ગીગાસણના 65 વર્ષના પુરૂષ, અમરેલી ગુરૂકૃપાનગરના 73 વર્ષના મહિલા તથા અન્ય સાત મળી 10 ની અંતિમ વિધી થઇ હતી તથા કૈલાશ મુક્તિધામ ખાતે કોરોનાનાં દર્દી રાજુલાના વાવડી ગામના 60 વર્ષના પુરૂષ, વરસડાના 42 વર્ષના પુરૂષ, સાવરકુંડલાના 55 વર્ષના પુરૂષ, બગસરાના 77 વર્ષના પુરૂષ, તોરી ગામના 58 વર્ષના મહિલા, ધારી પ્રેમપરાના 81 વર્ષના પુરૂષ તથા અન્ય ચાર મળી 10 લોકોની અંતિમ વિધી થઇ હતી. આમ અમરેલી શહેરમાં જ બંને સ્મશાનમાં 20 લોકોની અંતિમ વિધી થઇ હતી અને છેલ્લે ધારીના જળજીવડી ગામના 35 વર્ષના પુરૂષ દર્દીનું સિવીલ સારવારમાં મૃત્યુ થતા બહારપરા સ્મશાન ખાતે વિધી થઇ હતી.
સાવરકુંડલામાં સાવર વિભાગમાં કોવિડના બે દર્દી તથા અન્ય એક કુંડલા વિભાગના સ્મશાનમાં અન્ય એક અને કબ્રસ્તાનમાં એક સ્ત્રી અને ત્રણ પુરૂષ મળી કુલ 8 ની અંતિમ વિધી કરવામાં આવી હતી. કોરોનાનાં 55 વર્ષના પુરૂષ દર્દી તથા ચાર અન્ય પાંચની અંતિમ વિધી કરવામાં આવી હતી. રાજુલામાં પાંચ, કુંડલામાં 8 અને અમરેલીમાં 21 મળી દિવસ દરમિયાન 34 લોકોના આ ત્રણ શહેરમાં જ અંતિમ સંસ્કાર થયા હતા.
રાજ્ય સરકારના હેલ્થ બુલેટીનમાં અમરેલી જિલ્લાની અંદર 298 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે અને ત્રણના મૃત્યુ થયા છે જ્યારે 156 દર્દીઓ સાજા થયા છે તેમ જણાવાયુ છે. અમરેલી જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર જિલ્લામાં કોવિડ – 19 ના 92 કેસ આવ્યા છે 81 સાજા થયા છે, 1391 સારવાર લઇ રહયા છે અને ત્રણ મૃત્યુ થયા છે જેમાં ધારીમાં 14 વર્ષની કિશોરી, બગસરામાં 43 વર્ષની મહિલા અને ધારીની 34 વર્ષની યુવતીનો સમાવેશ થાય છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6783 થઇ છે.