અમરેલી જિલ્લામાં કોરોનાનાં 47 પોઝિટીવ કેસ

અમરેલી,
ગઇ કાલે પોણો સો એ પહોંચ્યા બાદ આજે અમરેલી જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે.
જિલ્લામાં લેવાયેલા 3304 સેમ્પલમાંથી 47 પોઝિટીવ કેસ આવ્યા છે જેમાં 23 અમરેલીના, ધારી, લીલીયા, રાજુલાના 4, બગસરા, ખાંભા, કુંકાવાવ, લાઠી અને સાવરકુંડલાના બે-બે અને જાફરાબાદ બાબરામાં 1-1 કેસ નોંધાયો છે. જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા 212 એ પહોંચી છે અને 14 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે.