અમરેલી જિલ્લામાં કોરોનાનાં 5 કેસ : 11 શંકાસ્પદ કેસ

અમરેલી શહેરમાં લીલીયા રોડે ખારાવાડીમાં, સાવરકુંડલામાં ટી બોય, પાણીયામાં તથા બગસરાના લુંઘીયા અને રાજુલાના વાવેરામાં મળી કુલ 5 રિપોર્ટ પોઝિટિવ આવ્યાં : તંત્રની દિવસભર દોડધામ

રીકડીયા, મોટા આંકડીયા, ગોરડકા, રાજસ્થળી, ઇશ્ર્વરીયા, રંગપુર, મોટા કણકોટ, લાઠી અને અમરેલીમાં ચક્કરગઢ રોડ નાગનાથ મંદિર પાસે અને બ્રાહ્મણ સોસાયટીના શંકાસ્પદ દર્દી દાખલ

અમરેલી,તા.13 મે થી શરૂ થયેલા કોરોનાના કેસ અવિરત રીતે અમરેલી જિલ્લામાં વધી રહયા છે આજે એક જ દિવસમાં એક સાથે પાંચ પોઝિટિવ કેસ આવતા જિલ્લામાં 44 દિવસમાં 57 કેસ સામે આવ્યા છે.રાજુલાના વાવેરા ગામમા કોરોનાની એન્ટ્રી થતા નાનકડા ગામ મા ફફડાટ વ્યાપી ગયો છે તારીખ13:05 એ સુરત થી આવેલા 60 વર્ષના દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તેના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ શરૂ કરાઇ છે આરોગ્ય વિભાગ તથા પોલીસ દ્વારા લોકોને કવોરન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે આ દર્દીને મહુવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા કોરોનાના લક્ષણો દેખાયા હતા ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ કરાયેલ જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ ઉપરાંત સાવરકુંડલાની દેરાસર શેરીમાં રહેતા 12 વર્ષના ટી બોય કે જે સુરતથી આવેલ વ્યક્તિઓના સંપર્કમાં હોવાને કારણે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તથા અમરેલીના લીલીયા રોડે આવેલ ખારાવાડીમાં રહેતા અને 22 જુનના સુરતથી આવેલ 45 વર્ષના આધ્ોડ તથા 19 જુને સુરતથી બગસરાના લુંઘીયામાં આવેલ 46 વર્ષના આધ્ોડ અને અમરેલીના પાણીયા ગામના કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ 55 વર્ષના પ્રૌઢ મળી કુલ પાંચ રિપોર્ટ એક જ દિવસમાં પોઝિટિવ આવ્યા હતા જે પ્રથમ વખત જ થયુ છે.આ સાથે આજ સુધીમાં કુલ દર્દીઓનો આંક 57 થયો છે તેના 26 દર્દીઓને સારવાર આપી સાજા કરી ઘેર મોકલી દેવાયા છે અને 25 દર્દીઓ સારવાર હેઠળ છે અને પાંચના મૃત્યુ થયા છે.બીજી તરફ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે છેલ્લા 24 કલાકમાં 11 શંકાસ્પદ દર્દીઓને શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધ્ાુ અમરેલીના આસપાસના ગામડાઓના છે અમરેલીના રીકડીયા ગામના તા.23 ના સુરતથી આવેલ 28 વર્ષના યુવાન, મોટા આંકડીયાના 3 વર્ષના બાળક, કુંડલાના ગોરડકામાં તા.23 ના સુરતથી આવેલ 40 વર્ષના આધ્ોડ, અમરેલીના રાજસ્થળીના 55 વર્ષના પ્રૌઢા તથા અમરેલીના ઇશ્ર્વરીયાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ 75 વર્ષના વૃધ્ધા, અમરેલીના રંગપુરના તા.26 ના સુરતથી આવેલ 42 વર્ષના આધ્ોડ, લીલીયાના મોટા કણકોટ ગામના 26મી એ સુરતથી આવેલ 30 વર્ષના યુવાન, તા.19 ના સુરતથી લાઠી આવેલ 45 વર્ષના આધ્ોડ અને અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર અર્જુનનગરમાં રહેતી 9 વર્ષની બાળકી તથા અમરેલીના નાગનાથ મંદિર પાસે રહેતો 11 વર્ષનો બાળક અને 4 દિવસ પહેલા છોટા ઉદેપુરથી આવેલ અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા 49 વર્ષના પ્રૌઢને દાખલ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.