અમરેલી જિલ્લામાં કોરોનાનો ખાત્મો : માત્ર એક જ કેસ

અમરેલી,
અમરેલી જિલ્લામાં ભુતકાળમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ હવે કોરોના મરણ પથારીએ હોય તેમ કોરોનાના કેસો પણ હોસ્પિટલોમાં જોવા મળતા નથી દર્દીઓની તપાસમાં પણ કોરોના જોવા નહી મળતા જિલ્લાભરમાં કોરોનાનો ખાત્મો બોલી ગયો હોય તેમ માત્ર એક જ કેસ કોરોના સારવારમાં હોવાનું જાણવા મળ્યુ છે.