અમરેલી જિલ્લામાં કોરોનાના દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ : એક સામટા કેસ આવશે

  • અમરેલી જિલ્લામાં કોરોનાનાં 3 પોઝિટિવ કેસ આવ્યા
  • કોરોનાના પોઝિટિવ સીમરણ ગામના દર્દીનું અન્ય બિમારીથી મૃત્યુ નીપજ્યું

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
અમરેલી જિલ્લામાં કોરોનાનાં 3 પોઝિટિવ કેસ આવ્યા છે જેમાં સાવરકુંડલાના વીજપડીના 54 વર્ષના પુરૂષ, બાબરાના મોટા દેવળીયાના 31 વર્ષના મહિલા અને જાફરાબાદના 65 વર્ષના પુરૂષ મળી કુલ કેસ 206 થયા છે જેમાં 110 ને રજા અપાઇ છે અને 81 સારવારમાં છે તથા 15 મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત આજે શુક્રવારના અમરેલી જિલ્લામાં કોરોનાના દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ રહેતા આજે એક સામટા કેસ આવે તેવી શક્યતા છે દરમિયાન કોરોનાના પોઝિટિવ સીમરણ ગામના દર્દીનું અન્ય બિમારીથી મૃત્યુ નીપજ્યું હતુ જેને કોરોનાના મૃત્યુમાં ગાઇડલાઇન પ્રમાણે નહી ગણવામાં આવે કારણકે કોરોનામાં ગાઇડલાઇન પ્રમાણે ફેફસામાં ન્યુમોનીયા હોય અને મૃત્યુ થાય તો જ કોરોનાથી મૃત્યુ ગણી શકાય આ દર્દીનું મૃત્યુ અન્ય બિમારીથી થયુ હતુ.