અમરેલી જિલ્લામાં કોરોના કરતા સરકારી ફેસેલીટીનું કવોરન્ટાઇન સેન્ટર લોકોને વધારે પડતુ ડરાવે છે

અમરેલી,ગુજરાતમાં અમરેલી જિલ્લામાં સૌથી વધ્ાુ સ્થળાતર થયુ હોય અને સૌથી વધ્ાુ લોકો હોમ કવોરન્ટાઇન છે અને તેનું પાલન પણ કડક રીતે કરવાય રહયુ છે સાથે સાથે એક નિયમ એવો પણ બનાવાયો છે કે હોમ કવોરન્ટાઇનનો ભંગ કરનાર લોકોને સરકારી કવોરન્ટાઇન સેન્ટરમાં 14 દિવસ માટે રાખવામાં આવે છે આ ઉપરાંત કોઇ પોઝીટીવ કેસ આવ્યો હોય તો તે પોઝીટીવના સંપર્કમાં આવનારને ઘેર રહેવાની છુટ નથી તેને પણ સરકારી કવોરન્ટાઇન સેન્ટરમાં મુકવામાં આવે છે કારણકે પોઝીટીવના સંપર્કમાં આવવાના કારણે તેને સંક્રમણ થવાની શક્યતા અનેક ગણી વધારે છે. પરંતુ અમરેલી જિલ્લામાં કોરોના કરતા સરકારી ફેસેલીટીનું કવોરન્ટાઇન સેન્ટર લોકોને વધારે ડરાવે છે અહીં મોટી સંખ્યામાં લોકોને રાખવામાં આવ્યા છે પણ સરકારી ફેસેલીટીના કવોરન્ટાઇન સેન્ટરમાં ચા નાસ્તા ભોજનની સાથે કોરોના મળવાની પણ શક્યતા ખરી તેનો એક જ દાખલો જોઇએ તો આવા સેન્ટરોમાં જાજરૂ અને બાથરૂમ મર્યાદિત હોવાને કારણે સંક્રમણની શક્યતા અનેક ગણી વધી જાય છે ખરેખર તો સરકારી કવોરન્ટાઇન ફેસેલીટીમાં આની તકેદારી વધારે હોવી જોઇએ સોશ્યલ ડીસ્ટન્સીંગ પણ હોવુ જોઇએ અને તે પરિવાર વચ્ચે નહી પણ અજાણ્યા લોકો વચ્ચે હોવુ જોઇએ.આ ઉપરાંત પોતાના જીવ જોખમમાં મુકી ફરજ બજાવનાર મેડીકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ જેવા કોરોના વોરિયર્સને જ્યારે સંક્રમણની શક્યતા હોય અને કવોરન્ટાઇન કરવામાં આવ્યા હોય ત્યારે સ્થાનિક તંત્રએ તેમને અલગ સુવિધા દેવી જોઇએ જેનાથી તે સંક્રમણથી બચે અને પુન: ફરજ ઉપર લાગી જાય.