અમરેલી જિલ્લામાં ખાનગી ડોકટરોએ સજજડ બંધ પાળ્યો

  • આયુર્વેદ ડોકટરોને સર્જરી કરવાની અનુમતી આપવાના વિરોધમાં આઇએમએનાં આદેશ અનુસાર
  • માત્ર આયુર્વેદ દવાખાનાઓ સિવાય જિલ્લાનાં તમામ દવાખાનાઓ બંધ
  • અમરેલી ઉપરાંત સાવરકુંડલા અને રાજુલાની હોસ્પિટલો પણ સજ્જડ બંધ

અમરેલી,
અમરેલી જિલ્લાનાં ખાનગી તબીબોએ આઇએમએ એ આપેલા એલાન મુજબ સજ્જડ બંધ પાળી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અમરેલી, સાવરકુંડલા, રાજુલા સહિત જિલ્લા ભરનાં તબીબોએ હડતાલમાં જોડાઇ આઇએમએને ટેકો આપ્યો હતો. હાલ સરકારશ્રીએ આયુર્વેદ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુુએટનો અભ્યાસ કરેલા તબીબોને ઓપરેશન અર્થાત સર્જરી કરવાની અનુમતી ના વિરોધમાં આજે અમરેલી અને સાવરકુંડલામાં ખાનગી તબીબોએ હડતાલ પાડી હતી. એલોપથી ક્ષેત્રે એમ.એસ. કે એમ.ડી. ડીગ્રી ધરાવતા ડોક્ટરો હાલતો સર્જરી ક્ષેત્રે કાર્ય કરે છે. અથાત મહેનત અને સંપૂર્ણશરીર શાસ્ત્રનનાં વિસ્તૃત સર્જરી કરવાનો અનુભવ મેળવ્યાં બાદ જ લોકોનાં અઘરાં અને પડકારજનક ઓપેરેશન કરતાં જોવા મળે છે.
પરંતુહાલ સરકારશ્રીએ આયુર્વેદ કોલેજોમાં પોસ્ટ ગે્રજ્યુુએટનો અભ્યાસ કરેલાં તબીબોને પણ આવાં ઓપરેશન અર્થાત સર્જરી કરવાની અનુમતિ આપી હોય જેના વિરોધમાં તારીખ 11મીનાં શુક્રવારે સવારે છ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી પોતાની તમામ સામાન્ય સેવા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. તેમ અમરેલી આઇએમએનાં પ્રેસીડેન્ડટ ડો. જી. જે. ગજેરાએ તથા સાવરકુંડલા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનનાં પ્રમુખ ડો.જીતેન્દ્રભાઇ વડેરાએ જણાવ્યું છે. જો કે પ્રવર્તમાન કોવિડ 19 અને ઇમરજન્સી સેવા શરૂ રહી હતી. જિલ્લાનાં રાજુલામાં પણ તમામ શાખાઓએ બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો હતો તેમ રાજુલા આઇએમએનાં સેક્રેટરી ડો.જે.એમ.વાઘમશીએ જણાવ્યું છે . સાવરકુંડલામાં પણ મેડીકલ એસોસીએશન દ્વારા બંધ પાળવામાં આવ્યો હતો. અને ખાનગી હોસ્પિટલો બંધ રહી હતી. તેમ સાવરકુંડલા ઇન્ડિયન મેડીકલ એશોસીએશનનાં પ્રમુખ ડો.જીતેન્દ્રભાઇ વડેરાએ જણાવ્યું છે.