અમરેલી જિલ્લામાં ખાનગી વાહનોને કામ સબબ 7 થી 4 વચ્ચે આવવા જવાની છુટ

અમરેલી,જિલ્લામાં સવારે 7 થી 4 વચ્ચે બજારો ખોલવાની છુટ આપવામાં આવી છે ત્યારે ગામડેથી તાલુકામાં અને તાલુકામાંથી જિલ્લા મથકે અવર જવર થઇ શકે કે કેમ તે અંગે સબંધીત તંત્રનો સંપર્ક કરાતા જિલ્લામાં સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી કારમાં ડ્રાઇવર સહિત 3 અને બાઇક ઉપર 1 ની અવર જવર થવા દેવામાં આવશે તેમ જણાવાયુ છે અને એ પણ સ્પષ્ટતા કરાઇ છે કે નોકરી, વેપાર ધંધા સહિતના અગત્યના કામ માટે જ આ છુટછાટ છે બિનજરૂરી અવર જવર જણાતા પગલા પણ લેવાઇ શકે છે.અમરેલી જિલ્લામાં ગ્રીન ઝોનને કારણે એસટીની સેવા આંતરીક રીતે ચાલુ કરવા સરકાર દ્વારા છુટ આપવામાં આવી છે પણ એસટીની વડી કચેરીમાંથી બસો શરૂ કરવાની એક પણ ગ્રીન ઝોનમાં સુચના ન અપાતા હજુ સુધી એસટી બસ શરૂ થઇ નથી અમરેલીમાં પણ વડી કચેરીના આદેશ ન મળતા એસટી સેવા શરૂ કરાઇ નથી પરંતુ ઉપરથી આદેશ આવે તો 24 કલાકમાં ગ્રામ્ય રૂટો ઉપર એસટી દોડવાની શરૂ થઇ જશે તેમ અમરેલીના ડીવીઝનલ કંટ્રોલર શ્રી ચારોલાએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ.