અમરેલી જિલ્લામાં ખેત જણસોને ધમરોળતુ માવઠુ

અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા આકાશમાં વાદળો છવાયા હતા સાવરકુંડલાના ધાંડલા ગામની આસપાસ સુરજવડી અને જામવડી એમ બે નદીઓ પસાર થાય છે.ઉપરવાસના ગામડાઓમાં અનરાધાર વરસાદ પડતા નદીઓમાં ધોડાપુર આવતા લોકો જોવા ઉમટી પડયા હતા અને ભરઉનાળે નદીઓમાં પુર આવવાથી લોકો અને ખેડુતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો તેમ પ્રદિપભાઇ દોશીની યાદીમાં જણાવાયું છે.દામનગરમાં આજે બપોરે પોણા ત્રણ વાગે કમોસમી વરસાદનું ઝાપટુ પડી જતા રોડ ઉપર પાણી વહેતા થયાનું વિનોદભાઇ જયપાલે જણાવ્યું હતું ચલાલાથી પ્રકાશભાઇ કારીયાની યાદીમાં જણાવ્યા અનુસાર બપોર બાદ ઝરમર વરસાદ આવ્યો હતો ધારીમાં આજે બપોર બાદ 5:30 થી શરૂ થયેલ વરસાદ અડધો ઇંચ જેવો પડયાનું ઉદયભાઇ ચોલેરાની યાદીમાં જણાવાયું છે.ધારી તાલુકાના દુધાળા, ગોવિંદપુર, કુબડા, સુખપુર, ક્રાંગસામાં કમોસમી વરસાદના જોરદાર ઝાપટા પડયા હતા.જયારે દલખાણીયામાં ઝરમર વરસાદ પડયાનું યોગેશ સોલંકીએ જણાવ્યું હતું.ધારી તાલુકાના જીરા, ડાભાળી, મુંજીયાણા, માધવપુર, નાગ્રધા, ખીચા, દેવળા, વીરપુર, આંબરડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયાનું રણજીતવાળાએ જણાવ્યું હતું.બગસરામાં એક ઇંચ વરસાદ પડયો સતત 15 થી 20 મીનીટ સુધી વરસાદ પડતા રોડ પરથી પાણી વહેતા થયાહતા. બગસરા પંથકમાં બપોર બાદ અસંખ્ય બફારો થતાં વરસાદી માહોલ છવાયો હતો માવઠું થતા સમગ્ર બગસરા તાલુકામાં પાણી ફરી વળ્યા હતા ખેડૂતોમાં ચિંતા નો માહોલ છવાયો હતો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો બગસરા પંથકમાં મેન બજાર વિજય ચોક ગોંડલીયા ચોક સ્ટેશન રોડ ખાડીયા વિસ્તાર શાકમાર્કેટ સહિત વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ડેડાણ ગામે સાંજના 4.30 આસપાસ એક સાથે પવન ફુંકાયાની સાથે સાથે વરસાદ પડયો હતો અંદાજીત બે ઇંચ જેટલો વરસાદ પડયો હોય તેવો માહોલ હતો ડેડાણના અન્ય ગામોમાં પણ વરસાદ પડયાના સમાચારો છે વરસાદથી ખેડુતોના ખેતરમાં ઘઉ, બાજરો, કપાસ, ચણા અન્ય વાવેતરને નુકશાન થયુ છે રાજ્ય સરકાર તાકિદે સર્વે કરાવી સહાય આપે તેવી લોક માંગણી ઉઠી છે. વરસાદને કારણે હાથમાં આવેલ કોળીયો ઉપરવાળાએ ઝુંટવી લીધો હોય તેવી ચર્ચા જાગી