અમરેલી,
અમરેલી જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવી ભારે મેઘસવારી બપોર બાદ આવી પહોંચી હતી. ખાંભા તેમજ વિજપડી તેમજ હાડીડામાં આજે બપોરનાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડી જતા ખેતીપાકોને ફાયદો થશે. લાઠી તાલુકાનાં અકાળામાં આજે બપોરનાં 3:30 થી 4:30 એક કલાકમાં એક ઇંચ વરસાદ પડયાનું રાજુભાઇ વ્યાસની યાદીમાં જણાવાયું છે. આંબરડીમાં અડધો ઇંચ વરસાદ પડ્યાનું સુભાષભાઇ સોલંકીએ જણાવ્યું છે. બગસરા શહેરમાં હળવુ ઝાપટુ પડ્યાનું રૂપેશ રૂપારેલીયાએ જણાવેલ છે. અમરેલી શહેરમાં પણ બપોરનાં હળવા વરસાદનું ઝાપટુ પડી જતા પાણીનાં ઝાબલા ભરાયા હતાં. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમરેલી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલ વરસાદમાં અમરેલી 5 મીમી, ખાંભા 38 મીમી, બગસરા 4 મીમી, લીલીયા 3 મીમી, વડીયા 11 મીમી,સાવરકુંડલા 3 મીમી વરસાદ નોંધાયો હતો. તેમજ ભારે વરસાદની પરીસ્થીતીને કારણે ગણેસોત્સવ પર્વ નિમીતે અગમ ચેતીના પગલા લેવા અમરેલી ડીજાસ્ટર મેનેજમેન્ટે તાકીદ કરી જણાવ્યું છે કે હાલમાં ભારે વરસાદની પરીસ્થીતી અને આગામી દિવસોમાં સમવિત વરસાદની પરીસ્થીતીમાં જીલ્લામાં કોઈ મોટી દુર્ઘટના ન બને અને વરસાદના પાણી ભરાવાની સંભાવના હોઈ તેવા વિસ્તારમાં લોકોને સલામત ખસેડવા નદિ કીનારે કામ કરતા કામદારોસહિતને સલામત સ્થળે ખસી જવા ગણેશ વિર્સજન માટે નક્કી કરેલ જગ્યા સિવાય અન્યત્ર વિર્સજન ન થાય તેમજ વિર્સજન દરમીયાન અનીચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના પગલા લેવા વિર્સજન સ્થળોની પસંદગી કરવા અને તરવૈયાઓની ટીમ હાજર રાખવા, અરોગ્ય ટીમને હાજર રાખવા અમરેલીના નિવાસી અધીક કલેક્ટરે તાકીદ કર્યાનું જણાવ્યું છે. સાથે સાથે બંગાળનીખાડી અને અરબસાગારમાં વાવાજોડુ આવાની શક્યતા હોવાનું જણાવી શ્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં વધ્ાુ બે વાવાજોડા ત્રાટકવાની શક્યતા હોવાનું જણાવ્યુ છે. 30 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર સર્જાતા અને 2 ઓક્ટોમ્બર સુધી તે અરબ સાગરમાં આવી પહોચે તેવી પણ શક્યતા છે. 12મી ઓક્ટોમ્બર સુધી વાવાજોડુ ભીષણ સ્વરૂપ ધારણ કરશે 27,28 અને 29 સપ્ટેમ્બરે તોફાની પવન સાથે અતીભારે વરસાદ થવા આમાહી છે. દક્ષીણ ગુજરાત સોરાષ્ટ્ર અને મુંબઈમાં ભારેથી અતીભારે વરસાદ પડશે 12 થી 20 ઓક્ટોમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં બીજુ વાવાજોડુ ઉભુ થશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું