અમરેલી જિલ્લામાં ગાત્રો થીજાવતી કાતીલ ઠંડી

અમરેલી, અમરેલી પંથકમાં છેલ્લા એક અઠવાડીયાથી ઠંડીએ બોકાસો બોલાવ્યો છે ઠંડીને કારણે જન જીવનને વ્યાપક અસર જોવા મળે છે અમરેલી શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડી વધુ પડતા રાત્રીના વહેલાસર સોપો પડી જાય છે અને બજારમાં કર્ફયુ જેવી હાલત જોવા મળે છે. ખાસ કરીને સ્કુલે જતા બાળકોએ વધારે મુશ્કેલી વેઠવી પડે છે આજે દિવસ દરમિયાન સતત ઠંડુ વાતાવરણ રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા.