અમરેલી જિલ્લામાં ગેરકાયદે પ્રવેશનારને 14 દિવસની “ઓપન જેલ’

અમરેલી,(ફીલ્ડ રિર્પોટર)પહેલુ લોકડાઉન પુરુ થતા ઘેર જવાની રાહ જોઇને બેઠેલા અને બહાર ફસાયેલા લોકોની બીજા લોકડાઉનથી ધીરજ ખુટી જતા તેમનો ફરી અમરેલી જિલ્લામાં પ્રવાહ શરૂ થયો છે અને તંત્ર દ્વારા કોરોનાને અટકાવવા નવી રણનીતી ઘડી કાઢવામાં આવી હોય તેમ અમરેલી જિલ્લામાં પ્રતિબંધનો ઉલાળીયો કરી ગેરકાયદેસર ઘુસી ગયેલા લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી તેની જામીન ઉપર છોડી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલા સાડાત્રણ હજાર લોકોની ક્ષમતાવાળા પાંચ શેલ્ટર હોમમાં 14 દિવસ માટે કવોરન્ટાઇન કરવામાં આવી રહયા છે અને સુત્રોએ એવો પણ નિર્દેશ આપ્યો છે કે, 14 દિવસનો શેલ્ટર હોમનો વનવાસ પુરો થયા બાદ એ જયાથી આવ્યા છે તે જ વિસ્તારોમાં મોકલી આપવાની વિચારણા પણ કરાઇ રહી છે. આજે 16મી તારીખે એક જ દિવસમાં કુલ 136 લોકોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે જેમાના 42 લોકો તો ગેરકાયદેસર રીતે જિલ્લામાં પ્રતિબંધનો ભંગ કરી આવી ગયા હતા તેમને શેલ્ટર હોમમાં કરોન્ટાઇન કરાયા છે આ તમામ એવા વિસ્તારમાંથી આવી રહયા હતા કે જયા કોરોના બેકાબુ બની રહયો છે.ત્યારે આજ સુધી સલામત રહેલા અમરેલી જિલ્લાના લોકોની સલામતી માટે તંત્ર દ્વારા કડક અને વ્યવહારુ પગલાઓ લેવાઇ રહયા છે.અમરેલી જિલ્લામાં હાલમાં તા 16ના કુલ 2429 લોકો હોમ કવોરન્ટાઇન છે.