અમરેલી જિલ્લામાં ચાઇનીઝ દોરી વેંચતા પાંચ શખ્સો સામે ગુન્હા દાખલ કરાયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરી સામે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાનો ભંગ કરતા પોલીસે જુદા જુદા 5 સ્થળોએ દરોડાઓ પાડી કુલ 169 ફીરકી રૂા.38150 ના મુદામાલ સાથે 5 શખ્સોને ઝડપી પાડયા હતા.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખાંભા તાલુકાના ડેડાણ ગામે જીતુ ભાણાભાઇ ગોહીલ ઉ.વ.35ને 25 ફીરકી રૂા.5 હજારના મુદામાલ સાથે અમરેલી એલસીબીના શિવરાજભાઇ વાળાએ ઝડપી પાડેલ, ડેડાણ પટેલપરામાં રાજુ અબ્દુલભાઇ નાગરીયા ઉ.વ.25 ને 27 ફીરકી રૂા.5400ના મુદામાલ સાથે ભવદીપભાઇ વાળાએ ઝડપી પાડેલ રાજુલામાં રાહુલ અરવિંદભાઇ ચીભડીયા ઉ.વ.20 ને 15 ફીરકી રૂા.4500 ના મુદામાલ સાથે હેકોન્સ મુકેશભાઇ ગાજીપરાએ ઝડપી પાડેલ લાઠીના જાનબાઇની દેરડીમાં જયંતી કરમશીભાઇ લાલાણીને હેકોન્સ ભાવિકકુમાર ખેરે 83 નંગ ફીરકીઓ રૂા.16600 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.