અમરેલી,
અમરેલી જિલ્લામાં ગઇ તા.3 અને 4 ના થયેલા માવઠામાં સરકાર દ્વારા સર્વેનો આદેશ થતા સર્વેની ટીમો નુકશાનીવાળા ગામોમાં પહોંચી છે અને તેની કાર્ય પધ્ધતિથી ખેડુતો સ્તબ્ધ થઇ ગયા છે કારણકે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા અને ધારી વિસ્તારમાં 10 દિવસ પહેલા માવઠુ થયુ હતુ અને તેના સર્વે માટેની ટીમો છેક 10 દિવસ બાદ સ્થળ ઉપર પહોંચી અને નુકશાનીવાળી વાડી ખેતરોમાં જઇ અને નુકશાન પામેલ જણસો શોધી રહેલ છે.ખેડુતોને આઘાત એ વાતનો લાગી રહયો છે કે સર્વેની ટીમ માવઠાના દસમાં દિવસે આવી અને કહે છે કે આમા ક્યાં કોઇ જણસો વાવેલી જ છે ? જ્યારે માવઠુ થાય ત્યારે અને તે પછી તરત જ ખેડુતો ચણા કે ધાણા કે પછી ઘઉ જેવી જણસો જેટલી બચે તેટલી બચાવતા હોય છે અને બીજે જ દિવસે તે ખેતરમાંથી ઉઠાવી લેતા હોય છે પલળી ગઇ હોય તો જેટલા ઓછા ભાવ આવે તેટલા ઓછા ભાવે વહેંચી નાખતા હોય છે પણ તેમના ખેતરમાં 24 કલાકમાં તે ઉઠાવી લેતા હોય છે અને દસમાં દિવસે તેમનું નિશાન પણ ક્યાં હોવાનું છે ? અનેક નાના નાના ખેડુતો તો ઠીક પણ ખુદ અમરેલી જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ શ્રી મનસુખભાઇ સુખડીયાને પણ આવો અનુભવ થયો હતો ગઇ 3 અને 4 તારીખના માવઠામાં તેમની જ સમઢીયાળા ખાતેની જમીનમાં 20 વીઘામાં ધાણા અને 30 વીઘામાં ચણા અને 3 વીઘામાં ઘઉ પડયા હતા તેમા નુકશાન થયુ હતુ ધાણા અને અમુક માત્રામાં ચણા તેમણે ઉઠાવી લેવા પડયા હતા અને સર્વેની ટીમે અહીં ક્યાં નુકશાની થઇ છે ? તેવો સવાલ કરતા તે ચોંકી ઉઠયા હતા શ્રી સુખડીયા તો 50 વીઘાના ખાતેદાર છે પણ જેમને જમીન ઉપર આજીવીકા હોય તેવા નાના નાના ખેડુતોની હાલત વિચારવા લાયક બની જાય છે.શ્રી સુખડીયાનો અવધ ટાઇમ્સે સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે મારી જમીનમાં ઉભેલા પાકને માવઠાથી ઓછામાં ઓછુ 3 લાખનું નુકશાન થયુ છે પણ હકીકતમાં સર્વે માટે તલાટી મંત્રી કે સ્થાનિક કર્મચારી ઉપર સરકારે વિશ્ર્વાસ રાખી આવા બનાવો વખતે તાત્કાલીક સર્વેનો આદેશ દેવો જોઇએ તો નુકશાનીનો ખ્યાલ આવે અનેક નાના નાના ખેડુતો ગ્રામ લેવલના અભ્યાસના અભાવને કારણે ટીમોની સર્વેની પધ્ધતિને કારણે હેરાન થાય છે હકીકતમાં સરકારે આ પધ્ધતિમાં ક્રાઇટ એરીયા સુધારવો જોઇએ અને અમારા વિસ્તારમાં થયેલી નુકશાની માટે સરપંચોએ આવેદન પત્ર પણ આપ્યુ છે દસ દિવસે સર્વે થાય તે સીસ્ટમ જ ખોટી છે.