અમરેલી જિલ્લામાં ચુંટણી ઇન્ચાર્જોની વરણી કરાઇ

  • પેટાચુંટણીઓ પુર્ણ થતાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ નો તખ્તો તેૈયાર
  • અમરેલી જિલ્લામાં જીતુભાઇ વાઘાણી અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને ચુંટણીમાં જવાબદારી

અમરેલી,સ્થાનિક સ્વરાજયની ચુંટણી અંતગર્ત જીલ્લાવાર બે બે આગેવાનોને ચુંટણી ઇન્ચાર્જ તરીકે પુવર કેબીનેટ મંત્રી શ્રી આઇ કે જાડેજા અને પુર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણીની નિમણુંક કરવામાં આવી છે ચુંટણી ઇન્ચાર્જો ટુંક સમયમાં પોતાના સોંપાયેલા જીલ્લાની મુલાકાત લઇ રાજકીય પરિસ્થિતિનું તાગ મેળવશે અમરેલીમાં જીતુભાઇ વાઘાણી, ધર્મેન્દ્ર સિંહ જાડેજા, દ્વારકામાં પ્રદીપ ખીમાણી, કિરીટસિંહ રાણા, રાજકોટમાં પ્રકાશભાઇ સોની, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જામનગરમાં ધનસુખભાઇ ભંડેરી, જયેશભાઇ રાદડીયા, ભાવનગરમાં આત્મારામભાઇ પરમાર, કુંવરજીભાઇ બાવળીયા, જુનાગઢમાં ગોરધનભાઇ ઝડફીયા, રમેશભાઇ રૂપાપરા, પોરબંદરમાં ચિમનભાઇ સાકરીયા, ભરતભાઇ બોઘરા, સુરેન્દ્રનગર માં નિતીન ભારદ્રાજ, આરસી ફળદુ, મોરબીમાં મેઘજીભાઇ કણજારીયા, સોૈરભ પટેલ, બોટાદમાં અમીરભાઇ શાહ, કુશળસિંહ પઢેરીયા, સોમનાથમાં મહેન્દ્રભાઇ અને જવાહરભાઇ ચાવડાની વરણી કરવામાં આવી છે.