અમરેલી જિલ્લામાં ચૂંટણીઓ જીતવા ભાજપે વ્યુહ ઘડયો

  • ભાજપે 30 વર્ષમાં કામ કરી ચુકેલા અને કામ કરી રહેલા નવા જુના તમામ આગેવાનોને દોડતા કર્યા
  • 11 તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓ કબ્જે કરવા માટે પહેલી વખત જ ભાજપ દ્વારા સંગઠનમાં કામ કરી ચુકેલા પુર્વ ધારાસભ્યો, પ્રમુખો, હોદેદારો અને સ્થાનિક આગેવાનોને જવાબદારી સોંપી
  • તાલુકા પંચાયત અને પાલિકા વાઇઝ સ્થાનિક ઇન્ચાર્જમાં લોકલ આગેવાનો અને બાહય ઇન્ચાર્જમાં જિલ્લાના બીજા વિભાગમાંથી નવા અને જુના દરેક આગેવાનોની જવાબદારીઓ નક્કી કરી દેવાઇ

અમરેલી,

અમરેલીમાં ભાજપ દ્વારા જિલ્લાના મંડલોમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને અનુલક્ષીને બાહય અને સ્થાનિક ઇન્ચાર્જોની વરણી જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી છે અને સ્થાનિક અને બહારનાં એમ અલગ અલગ આગેવાનોને એક એક સ્વરાજ્યની સંસ્થાઓનો હવાલો સોંપી અને જીતવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્રારા નિયુક્ત થયેલ ચુંટણી ઈન્ચાર્જ શ્રી જિતુભાઈ વાઘાણી અને શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાનાં આદેશ અનુસાર આવનારી સ્થાનીક સ્વરાજયની ચુંટણી માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા અમરેલી જિલ્લાનાં તેમજ મંડલનાં ચુંટણી ઈન્ચાર્જશ્રીઓ નિમવામાં આવ્યા છે જેમાં સ્થાનીક સ્વરાજય જિલ્લા ચુંટણી ઈન્ચાર્જશ્રી અમરેલી શ્રી નારણભાઈ કાછડીયા, સાંસદશ્રી શ્રી જે.વી.કાકડીયા, ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, પૂર્વ સંસદીય સચિવશ્રીની નિમણુંક કરાઇ હતી.ત્યાર બાદ આજે જિલ્લા ભાજપ કાર્યાલય દ્વારા જારી કરાયેલી યાદી અનુસાર ધારી તાલુકામા શ્રી શરદભાઈ લાખાણી  , શ્રી હિતેષભાઈ જોષી, શ્રી ભરતભાઈ વેકરીયા, ખાંભા તાલુકામાં શ્રી મયુરભાઈ હીરપરા,શ્રી પ્રેમજીભાઈ સેંજલીયા, શ્રી રીતેષભાઈ સોની, બગસરા તાલુકામાં શ્રી બાલુભાઈ તંતી, શ્રી કાંતીભાઈ સતાસીયા, શ્રી પ્રાગજીભાઈ હીરપરા, અમરેલી તાલુકામાં શ્રી દીપકભાઈ માલાણી, શ્રી લાભભાઈ અકબરી, શ્રી ચેતનભાઈ ધાનાણી, કુંકાવાવ તાલુકામાં શ્રી કાળુભાઈ વીરાણી,શ્રી બાવાલાલ મોવલીયા, શ્રી ધીરૂભાઈ કોટડીયા, બાબરા તાલુકામાં શ્રી વી.વી.વઘાસીયા, શ્રી ગોપાલભાઈ વસ્તપરા, લાઠી તાલુકામાં શ્રી હીરેનભાઈ હીરપરા, શ્રી મગનભાઈ કાનાણી, સાવરકુંડલા તાલુકામાં શ્રી જિજ્ઞેશભાઈ પટેલ,શ્રી નીતીનભાઈ નગદીયા, લીલીયા તાલુકામાંશ્રી અશ્ર્વિનભાઈ સાવલીયા,   શ્રી ચતુરભાઈ કાકડીયા, રાજુલા તાલુકામાં શ્રી બાવકુભાઈ ઉંધાડ,ડો.હીતેશભાઈ હડીયા, જાફરાબાદ તાલુકામાં શ્રી મહેન્દ્રભાઈ ધાખડા,શ્રી ચેતનભાઈ શીયાળ, બગસરા શહેરમાં શ્રી વાલજીભાઈ ખોખરીયા,શ્રી રાજુભાઈ ગીડા, બાબરા શહેરમાં શ્રી રશ્મીનભાઈ ડોડીયા,શ્રી મનોજભાઈ જસાણી, દામનગર શહેરમાં શ્રી જિતુભાઈ ડેર,શ્રી ધીરૂભાઈ નારોલા, સાવરકુંડલા શહેરમાં ડો.ભરતભાઈ કાનાબાર,શ્રી કેશુભાઈ વાઘેલા, અમરેલી શહેરમાશ્રી મનસુખભાઈ ભુવા, શ્રી મુકેશભાઈ સંઘાણી, શ્રી ભાવેશભાઈ સોઢાની વરણી કરવામાં આવી છે.ભાજપની આ રચનાની ખુબી એ છે કે, તેમાં જિલ્લાાના તમામ માજી ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ અને ભુતકાળમાં સંગઠનને કામ લાગનારા આગેવાનોને પણ ફરી સક્રિય કરવામાં આવ્યા છે.