અમરેલી જિલ્લા પોલીસે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કેઅમરેલીની જનતાને જણાવવામાં આવે છે કે, હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ છે.*
*જેથી દરેક નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આચારસંહિતા અંતર્ગતના જાહેરનામાની સુચનાઓનું પાલન કરવાનું રહેશે.*
*જે કોઈપણ વ્યક્તિ આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરશે તો, તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.*
*તમામ લોકોએ, રાજય ચૂંટણી પંચના આદેશોનું પાલન કરવાનું રહેશે. તેમ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જણાવાયુ છે