અમરેલી જિલ્લામાં ચૈત્રી દનૈયા કેવા તપશે ? : સૌની મીટ

અમરેલી,
આવનારા ચોમાસા માટે આજથી શરૂ થયેલ ચૈત્ર માસના પ્રારંભનો સમય મહત્વનો હોય છે કારણ કે આગામી 11મી તારીખથી દનૈયા તપવાનો પ્રારંભ થનાર છે ત્યારે અમરેલી જિલ્લામાં ચૈત્રી દનૈયા કેવા તપશે ? તેની ઉપર સૌની મીટ મંડાઇ છે.આ વખતે અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાએ કયારેય ન કર્યુ હોય તેટલુ નુકસાન કર્યુ છે ખેડુતના મો સુધી આવેલ કોળીયો બગડી ગયો છે ઘઉ સહિતના અનેક શિયાળુ પાકો બગડયા છે અને તેમાય માવઠાએ સૌથી મહત્વના ઘઉનો 70 ટકા જેવો પાક બગાડી નાખ્યો હોવાના કારણે ઘઉના ભાવો આસમાને પહોંચી ગયા છે જેના કારણે મધ્યમ વર્ગમાંદેકારો બોલી ગયો છે કારણ કે રેશનમાં પણ ઘઉ મળવામાં કાપ છે તેમા ચોખા સૌથી વધ્ાુ મળે છે અને કાઠીયાવાડનો મુખ્ય ખોરાક ઘઉ અને બાજરો છે ત્યારે ઘઉને નુકસાનથી આખા વર્ષ સુધી મોંઘા ઘઉ લોકોએ ખરીદવાના રહેશે.આવનારી ચૈત્રી પાંચમથી એટલે કે તા. 11મીથી આઠ થી નવ દિવસ સુધી દનૈયા તપવાના છે તેનું તાપમાન અને હવામાન ચોખ્ખા અને માપસરના રહેવા જોઇએ તેમા જો વાતાવરણ બગડે તો વરસ બગડે તેવી માન્યતા છે તેના કારણે આ વખતે વાતાવરણની વિચિત્રતાથી ખેતીપાકને કેવી અસર થશે ? તેવી ચિંતાથી સૌના જીવ અધ્ધર થઇ ગયા .