અમરેલી જિલ્લામાં ચોમાસાની ચાલુ સિઝનનો કુલ 51.99 ટકા વરસાદ

અમરેલી,
અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ કુલ 04 મી.મી વરસાદ નોંધાયો છે. ચાલુ સિઝનનો તા.17 જુલાઈ સુધીનો કુલ સરેરાશ વરસાદ 344 મી.મી.નોંધાયો છે. અમરેલી જિલ્લાના કુલ 11 તાલુકામાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ વધુ સારો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં બાબરા તાલુકામાં 02 મી.મી., બગસરા તાલુકામાં 04 મી.મી., ધારી તાલુકામાં 00 મી.મી., જાફરાબાદ તાલુકામાં 01 મી.મી., ખાંભા તાલુકામાં 06 મી.મી., લાઠી તાલુકામાં 00 મી.મી., લીલીયા તાલુકામાં 02 મી.મી., રાજુલા તાલુકામાં 24 મી.મી., સાવરકુંડલા તાલુકામાં 00 મી.મી.વડીયા તાલુકામાં 00 મી.મી. વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 344 મી.મી.વરસાદ નોંધાયો છે. જે કુલ વરસાદના 51.99 ટકા વરસાદ છે. અમરેલી જિલ્લામાં વર્ષ 1992 થી 2021 સુધી કુલ સરેરાશ વરસાદના આંકડા પર નજર કરીએ તો સરેરાશ 673 મી.મી.વરસાદ નોંધાયો હતો.ગત ચોમાસાની સરખામણીએ અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ સારો નોંધાયો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજુલા તાલુકામાં સૌથી વધુ 24.00 મી.મી. વરસાદ