અમરેલી,અમરેલી જિલ્લામાં ચોમાસાની શરુઆત થતાની સાથે પીજીવીસીએલના ફોલ્ટને લગતી ફરિયાદોનો ઢગલો થઈ રહૃાો છે જેને પહોચી વળવા માટે તર્ાં દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપીને ટીમો કાર્યરત કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં હાલમાં તમામ તાલુકાઓમાં વરસાદ પડી રહૃાો છે અને કેટલાક દિવસોથી તો સ્ાૂર્યના દર્શન પણ દુર્લભ થઈ ગયા છે તે વચ્ચે ગામેગામ પીજીવીસીએલની ફરિયાદોમાં પણ વધારો થઈ રહૃાોછે. લોકોની ફરિયાદોનો નિકાલ કરવા અને તેને પહોચી વળંવા માટે પીજીવીસીએલ દ્વારા અમરેલી વર્ત્ાૂળ કચેરીની નીચે આવતા કુલ 28 પેટા વિભાગોના વિસ્તારમાં કુલ 28 કોન્ટ્રાક્ટરો અને પેટા દીઠ ચાર ચાર ટીમોને કાર્યરત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવે છે. 54 ફીડર રીસીટીફાય કરવામાં આવ્યા હતા અને 654 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ર્ઓ ઉલ્લેખનીય છે કે અમરેલી વર્ત્ાૂળ કચેરીની નીચે 35000 ભારે દબાણ અને 8 હજાર હળવા દબાણની લાઈનો છે. 139000 ટ્રાન્સફોર્મરો આવેલા છે.અમરેલી વર્ત્ાૂળ કચેરીમાં આવેલા તમામ શહેરો ઉપરાંત 817 ગામડાઓને આવરી લેતો વિસ્તાર ધરાવે છે જેમાં કુલ પ લાખ 90 હજાર વીજજોડાણો આવેલા છે. આટલા મોટા વિસ્તાર અને હાલમાં વરસાદના કારણે ફરિયાદો વધી છે ત્યારે ટીમો જાનના જોખમે પણ કામગીરી કરી રહી છે.