અમરેલી જિલ્લામાં ચોમાસા જેવું વાતાવરણ સતત છઠ્ઠા દિવસે પણ કમોસમી વરસાદ

અમરેલી,

અમરેલી શહેરમાં હવામાન વિભાગની આગાહીનાં પગલે આજે સતત છઠા દિવસે કમોસમી વરસાદ બપોરનાં ચાર વાગ્યાથી છ વાગ્યા સુધીમાં ધીમીધારે અડધા ઇંચ જેવો વરસાદ પડ્યો હતો અને રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતાં. ધારીથી ઉદય ચોલેરાનાંજણાવ્યા અનુસાર ધારી શહેરમાં બપોરનાં 2 થી 3:30 દોઢ કલાકમાં ધોધમાર સવા બે ઇંચ જેવો વરસાદ પડી જતા શહેરમાં ચારે બાજુ પાણી વહેતા થયા હતાં અને ભર ઉનાળે લોકોએ અષાઢી માહોલનો અનુભવ કર્યો હતો અને લોકોને ફરજીયાત છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરવો પડ્યો હતો. ધારીનાં ગીર વિસ્તારનાં દલખાણીયામાં વરસાદનું હળવુ ઝાપટુ પડ્યાનું યોગેશ સોલંકીએ જણાવ્યું હતું. ચલાલા શહેરમાં આજે સવારે 11 વાગ્યે વાતાવરણમાં ભારે બદલાવ આવ્યો હતો અને એકાએક હવામાનમાં પલટો આવતા ઘટાટોપ વાદળાઓ અને પવનનાં સુસવાટા વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સવારનાં 11 થી સાંજના 5 વાગ્યા સુધીમાં હળવો ભારે વરસાદ પડી જતા બજારમાં પાણી વહેતા થયા હતા અને શહેરની ભુગર્ભ ગટર ઓવરફ્લો થતા દુગર્ર્ંધમારતુ પાણી રસ્તા પર ફેલાયું હતું. મોટા ભાગનાં કર્મચારીઓ ફરજ મુક્ત હોવાથી આજદીન સુધી કોઇ વૈકલ્પીક વ્યવસ્થા ન હોવાથી અરજદારોને ધરમનાં ધક્કા રોષભેર પરત ફર્યા હતાં. વરસાદનાં કારણે બાગાયત પાક કેરીને ભારે નુક્શાન થયેલ છે. સારી કેરી 20 કીલો 2200 થી 2400માં વેચાતી હતી તે કેરી વરસાદ પછી રૂા.1800માં વેંચાણ થઇ રહ્યું છે તેમ પ્રકાશભાઇ કારીયાની યાદીમાં જણાવ્યું છેસાવરકુંડલામાં સતત છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. અને સાવરકુંડલામાં આજે ત્રીજા દિવસે બપોરનાં 2 વાગ્યાથી અનરાધાર દોઢ ઇંચ જેવો વરસાદ પડી જતા રસ્તા ઉપર પાણી ભરાયા હતાં. ખેડુતો માટે પણ કમોસમી વરસાદથી ચિંતા વધ્ાુ ગયેલ છે. હાલ ઉનાળાની સિઝન ચાલી રહેલ હોવાથી કમોસમી વરસાદ પડતા ખેડુતોનાં પાકને ભારે નુક્શાન પહોંચ્યાનું સૌરભભાઇ દોષીની યાદીમાં જણાવ્યું છે. ધારી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારો અને ગીર વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે કમોસમી ઝાપટા પડી રહ્યાં છે અને છુટા છવાયા ઝાપટા પડતા વાતાવરણ ઠંડુ બની ગયાનું ગોરાંગભાઇ વાળાની યાદીમાં જણાવાયું છે. કુંકાવાવ અને ચિતલમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યાનાં વાવડ મળી રહ્યાં છે. ખાંભાનાં પુર્વ સરપંચ અંબરીશ જોષીનાં જણાવ્યા અનુસાર આજે બપોરનાં 4 વાગ્યે વરસાદનું જોરદાર ઝાપટુ આવી જતા રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા અને અડધા ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. અમરેલી તાલુકાનાં ફતેપુર, વિઠલપુર, ચાંપાથળ, પીઠવાજાળ જેવા ગ્રામીણ વિસ્તારોમાં આજે બપોર બાદ ધોધમાર એક ઇંચ જેવો વરસાદ પડી જતા ગામ બહાર પાણી વહેતા થયાનું સતીષ રાઠોડે જણાવ્યું હતું. લીલીયા શહેરમાં પણ વરસાદનું જોરદાર ઝાપટુ પડ્યાનું અશોકભાઇ વિરાણીની યાદીમાં જણાવ્યું છે.
જ્યારે લાઠીનાં અકાળામાં ઝરમર વરસાદ પડ્યો હતો તેમ રાજુભાઇ વ્યાસે જણાવેલ છે. અમરેલી તાલુકાનાં બાબાપુર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનાં ઝાપટા પડ્યાનું હસુભાઇ રાવળે જણાવેલ છે. બાબરા શહેરમાં વરસાદનું ઝાપટુ પડ્યાનું દિપકભાઇ કનૈયાએ જણાવેલ છે. લાઠીમાં ઝરમર વરસાદ પડ્યાનું વિશાલભાઇ ડોડીયાએ જણાવેલ. ખાંભાના મોટા સમઢીયાળા,ખોડી, રૂગનાથપુર, સહિત ગામડામાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના ખેતરો પાણીથી ભરાયા છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા પુરની સ્થિતિ સર્જાઈ છે ડુંગર,બાબરીધાર,છાપરી, અમૂલી,ખારી, ડોલીયા,ખેરાળી, બર્બટાણા સહિત મોટાભાગના ગામડામાં મુશળધાર મેઘ સવારી પવન સાથે આવતા અફડા તફડી સર્જાય હતી અહીં બર્બટાણા બાબરિધાર માંથી પસાર થતી ઘીયળ નદીમાં પુર આવતા ધસમસતો પ્રવાહ જોવા લોકો ઉમટી પડ્યા છે આ વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન ગયું હોવાનું ખેડૂતો માની રહ્યા છે.ધસમસતા પ્રવાહમાં ટ્રક ફસાયોપાણીના વેણ માં ટ્રક ફસાય જતા સવાર 5 લોકો રાડા રાડ કરતા ગામના જી આર ડી જવાનો એ દોરડા બાંધી રેસ્ક્યૂ ઓપરેશન કરી પાંચેય લોકોને બચાવી લેવાયા હતા.અમરેલી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલ વરસાદઅમરેલી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમમાં આજે સવારનાં 6 થી સાંજના 6 સુધીમાં અમરેલી 11 મીમી, ખાંભા 8 મીમી, ધારી 63 મીમી, લીલીયા 8 મીમી, સાવરકુંડલા 36 મીમી વરસાદ નોંધાયો .